બ્રેકીંગ ન્યુઝ

વાંકલ ઝંખવાવ માર્ગ ઉપર ફોરવ્હીકલ અને ટ્રક વચ્ચે અકસ્માત ઘટનાં સ્થળે કપલનાં મરણ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ સાથે રિપોર્ટર સ્નેહલ ચૌધરી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ માર્ગ ઉપર ફોરવ્હીકલ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત.
માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં તેમની ફોર વ્હીકલ ગાડીનું ટ્રક  સાથે  એક્સિડન્ટ થતા બંને પતિ પત્ની નો ઘટના સ્થળેજ દુઃખદ  મોત નિપજ્યું હતું બંને પોસ્ટમોર્ટમ અર્થે ઝંખવાવ પ્રાથમિક આરોગ્ય ખાતે ખસેડવામાં આવ્યા છે,

માંગરોળ તાલુકાના કનટવાવ અને સેલારપુર રાજ્ય ધોરીમાર્ગ પર હાઇવા  GJ 19 X 7699 ટ્રક અને   કાર વચ્ચે અકસ્માત થયો ટ્રકે કારને   અડફટે લેતા કારમાં સવાર કપલના ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ માંગરોળ પોલીસ અને ૧૦૮ ને કરવામાં આવી હતી અને તાત્કાલિક  બન્ને ટિમો નો સ્ટાફ ઘટના સથળે આવી પહોંચ્યા, અકસ્માત માં હાઇવા ચાલક હાઇવાને માર્ગની બાજુ માં પલ્ટી ખવડાવી ફરાર થઇ ગયો હતો .હાઇવા અને કાર માં વ્યાપક નુકસાન થવા પામ્યું છે, આ મામલે  આગળની કાર્યવાહી હાલ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है