ક્રાઈમ

સાપુતારા નજીક નવાગામમાં રક્તરંજિત કાંડથી ખળભળાટ:

ઘરેલું કલહનો ભયાનક અંત: પતિએ પત્ની પર કુહાડીથી જીવલેણ પ્રહાર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

સાપુતારા નજીક નવાગામમાં રક્તરંજિત કાંડથી ખળભળાટ:

ઘરેલું કલહનો ભયાનક અંત: પતિએ પત્ની પર કુહાડીથી જીવલેણ પ્રહાર

પોલીસનુ તાત્કાલિક એક્શન: આરોપી પતિ ઝડપાઈ જેલના સળિયા પાછળ

દિનકર બંગાળ, આહવા: પર્યટન માટે પ્રસિદ્ધ સાપુતારા નજીક આવેલા નવાગામમાં ઘરેલું કલહનો કરુણ અંત આવ્યો છે. પતિએ પત્ની પર કુહાડીથી જીવલેણ પ્રહાર કરી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. બનાવ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.

સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલિયા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રહલાદ વિષ્ણુભાઈ આહેર પોતાની પત્ની સવિતાબેન પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખતા હતા, જેના કારણે બંને વચ્ચે લાંબા સમયથી તણાવ અને ઉગ્ર પારિવારીક ઝઘડા ચાલતા હતા.

ઘટનાના દિવસે ઘરેલું કલહ ઉગ્ર બનતાં પ્રહલાદ ગુસ્સામાં આવી ગયા હતા અને કુહાડી વડે પત્નીના ગળાના ભાગે ઘાતક પ્રહાર કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સવિતાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી પ્રહલાદ (રહે. સટવાઈચી વાડી, તા. દેવળા, જી. નાસિક) ને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટતાથી વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है