
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
વચગાળાના જામીન પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ પોલીસ,
ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી પિયુષ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીઓ તથા નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળેલ કે નામદાર ભરૂચ કોર્ટ ના ક્રિ.પ.અ.નં. ૩૬/૨૦૨૦ ના કામે ભરૂચ સબ જેલ ખાતે સજા ભોગવતા સલીમ દાઉદ પટેલ રહે – મનુબર, ગ્રીન પાર્ક સોસાયટી, હાઇસ્કુલની સામે તા.જી.ભરૂચનાને ભરૂચ સબ જેલમાંથી તા.૧૯/૦૭/૨૧ ના રોજ બે મહિનાના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ વચગાળા જામીનનો સમયગાળો પુર્ણ થતા તા.૨૦/૦૯/૨૦૨૧ નારોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતું હાજર નહિ થતા ફરાર થઈ ગયેલ જે આરોપી/કેદીને આજરોજ તા.૦૮/૧૦/૨૦૨૧ નારોજ મનુબર તા.જી.ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.