ક્રાઈમ

વઘઈ બજારમાં ભીડનો લાભ લઈ તસ્કર સક્રિય: રાજેન્દ્રપુરના યુવકનો રૂ.૧૭ હજારનો મોબાઈલ ચોરાયો

સાવધાન વઘઈવાસીઓ: વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક મોબાઈલ ગાયબ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

વઘઈ બજારમાં ભીડનો લાભ લઈ તસ્કર સક્રિય: રાજેન્દ્રપુરના યુવકનો રૂ.૧૭ હજારનો મોબાઈલ ચોરાયો

સાવધાન વઘઈવાસીઓ: વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક મોબાઈલ ગાયબ

બજારની અવરજવર વચ્ચે હાથ સાફ! અનમોલભાઈ પવારની પોલીસમાં દોડધામ:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં મોબાઈલ ચોરીની વધુ એક ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. રાજેન્દ્રપુર વિસ્તારમાં રહેતા અનમોલભાઈ પવારનો કિંમતી મોબાઈલ ફોન બજાર વિસ્તારમાંથી અજાણ્યા તસ્કરે ચોરી કરી લીધો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અનમોલભાઈ પવાર તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સવારે અંદાજે ૧૦ વાગ્યાના અરસામાં કામસર વઘઈના મુખ્ય બજાર વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન બજારમાં ભારે ભીડ અને લોકોની સતત અવરજવર ચાલી રહી હતી. અંદાજે સવારે ૧૧ વાગ્યે ઘરે પરત ફરતા સમયે ખિસ્સામાં મોબાઈલ તપાસતા તેમનો મોબાઈલ ગાયબ હોવાનું જાણવા મળ્યું, જેના કારણે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ચોરી ગયેલા મોબાઈલની કિંમત અંદાજે રૂ. ૧૭,૦૦૦ જેટલી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. યુવકે તરત જ બજાર વિસ્તારમાં આસપાસ શોધખોળ હાથ ધરી, પરંતુ મોબાઈલ ક્યાંય મળ્યો નહોતો. ત્યારબાદ મિત્રના ફોન પરથી કોલ કરતા મોબાઈલ સ્વીચ ઓફ દર્શાવતો હતો, જેના કારણે ચોરીની શંકા વધુ ગાઢ બની હતી.

અંતે યુવકે અજાણ્યા ઈસમ સામે મોબાઈલ ચોરી અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है