ક્રાઈમ

રીઢા ઘરફોડીયા ચોરને પકડી પાડી વાપી GIDCમા દાખલ થયેલ દિવસ રાત્રીના ગુન્હાનો ભેદ ઉકેલતી વલસાડ પોલીસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ 

૧૩ થી વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા ઘરફોડીયા ચોરને પકડી પાડી વાપી જી.આઈ.ડી.સીમા દાખલ થયેલ દિવસ રાત્રીના ગુન્હાનો ભેદ ઉકેલતી વલસાડ પોલીસ ગઈ તારીખ ૦૯/૦૨/૨૦૨૨ ના રોજ વાપી જી.આઇ.ડી.સી જુની બી-ટાઇપ ગાર્ડન પાસેના એક એપાર્ટમેન્ટમાં તથા અન્ય ત્રણ ફલેટમાંથી રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની દિવસ/રાત્રીની ઘરફોડ ચોરીનો ગુન્હો બનવા પામેલ હતો જે ગુન્હો તાત્કાલીક અસરથી શોધી કાઢવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ડૉ. રાજદિપસિંહ ઝાલા. સા. નાઓની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેશમા સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.ઈન્સ શ્રી જે.એન.ગોસ્વામી તથા પો.સ.ઈ શ્રી સી.એચ.પનારા તથા વાપી જી.આઈ.ડી.સી પો.સ્ટેના પો.ઈન્સ શ્રી વી.જી.ભરવાડ તથા પો.સ.ઈ શ્રી ડી.એલ.વસાવા તથા પોલીસ કર્મચારીઓ ગુન્હો શોધી કાઢવા હ્યુમન ઈન્ટેલીજન્સ તથા સી.સી.ટી.વી/ટેક્નીકલ સર્વેલન્સ આધારે પ્રયત્નશીલ હતા દરમ્યાન એલ.સી.બી.ના અ.પો.કો પરેશભાર રઘજીભાઈ તથા કરમણ જયરામભાઈને મળેલ બાતમીના આધારે આરોપી દિપક ઉર્ફ બોબડો કિશનભાઇ ભાગ્યદાર ઉ.વ.૨૫ રહે.મોરા, ઇનામદારનગર, ઉરણ જી.રાયગઢ મહારાષ્ટ્રનાને પકડી તેઓના કબજામાંથી ગુનામા ગયેલ સોનાના દાગીનામાં એક બાજુબંધ આશરે બે તોલાનુ કિ.રૂ! ૨૪,૦૦૦/ તથા રોકડા રૂપીયા ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ! ૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ! ૨,૨૯,૦૦૦૪નો મુદ્દામાલ હસ્તગત કરી વાપી ઉ.નગર પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૨૦૦૦૪૯૨૨૦૩૪૭ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુના કામે અટક કરવા તજવીજ કરેલ છે.

 આરોપીની એમ.ઓ.બ ઉપરોકત આરોપી રહેણાંક લેટ/બંગલાના પાઈપ/સજ્જા વડે ઉપર ચઢી સ્લાઇડીંગ બારી ખસેડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાની ટેવવાળો છે.

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ –

(૧) સેલવાસ પો.સ્ટે ગુ૨નં.૨૩૩/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૪૫૩,૩૮૦,૩૪ મુજબ (૨) વાપી ટાઉન પો.સ્ટે ફર્સ ગુ૨નં ૧૩૮/૨૦૧૪ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦ મુજબ (૩) વાપી GIDC પો. સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં ૧૭૬/૨૦૧૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબ

(૪) ઉમરગામ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨નં.૩૩/૨૦૧૫ ઇ.પી.કો.ક.૩૮૦ મુજબ

(૫) વાપી GIDC પોસ્ ટે. ફર્સ્ટ ગુ.ર.નં ૭ ૨૦૧૫ ઇ.પી.કો.૪૫૭,૩૮૦ મુજબ

(૬) વાપી GIDC પો.સ્ટેફર્સ ભૃગુ૨નં.૬૯-૨૦૧૫ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦ મુજબ (૩) વાપી ટાઉન પો.સ્ટેસ ટગુર.નં.૬૯૨૦૧૬ ઇ.પી કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ

(૮) વાપી ટાઉન પો.સ્ટેસ ટ૩૨ન.૭૪/૨૦૧૬ ઇ.પી કો કલમ ૪૫૭ ૩૮૦ મુજબ (૯) વાપી ટાઉન પો.સ્ટેફસ ટગુર.નં.૧૧૮ ૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૩,૩૮૦ મુજબ

(૧૦) વાપી ટાઉન પો.સ્ટેસ્ટ ગુ.૨નં ૧૫૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ (૧૧) વાપી ટાઉન પો.સ્ટે. ગુ.૨નં ૧૧૨૦૦૦૪૮૨૦૧૬૯૬ ઇ.પી કો કલમ ૪૫૭ ૩૮૦ મુજબ

(૧૨) વાપી ટાઉન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨નં.૯૭૪૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ (૧૩) દમણ કોસ્ટલ પો.સ્ટે.ગ૨નં ૦૦૬૭ ૨૦૧૯ ઇ.પી.કો. ૩.૪૫૭ ૩૮૦ મુજબ

આમ, ઉપરોકત રીઢા અને ચાલાક, યબરાખ ઘરફોડ ચોરી કરતા આરોપીને પકડી પાડી વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં સાત દિવસ પહેલા દાખલ થયેલ દિવસ/રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ એલ.સી.બી./સ્થાનીક પોલીસની ટીમને મહત્વની સફળતા મળેલ છે.

સદર કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એન.ગોસ્વામી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.જી.ભરવાડ તથા પો.સ.ઇ. શ્રી સી.એચ.પનારા તથા પો.સ.ઇ. શ્રી ડી.એલ.વસાવા તથા એલ.સી.બી./સ્થાનીક પોલીસ સ્ટાફ્ના તથા ટેકનીકલ સેલના પોલીસ માણસોએ ટીમ વર્કથી કામગીરી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है