શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ભરુચ જીલ્લામાં નાસતા ફરતા આરોપી ઉપર વોચ રાખી શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી.ની અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ.સી.બીની ટીમ આગામી દીવાળીના તહેવારને અનુલક્ષીને ભરૂચ શહેરમાં ભીડભાડવાળી બજારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે નવસારી જીલ્લાના ચીખલી પો.સ્ટે.ના ગુ.ર.નં II ૪૬/૨૦૧૮ પ્રોહી એક્ટ ૬પ એ છે ,૮૧ ૯૮(૨) મુજબના ગુનાના કામે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ શહેરમાં મહમદપુરા સર્કલથી પટેલ વેલફર હોસ્પિટલ તરફ જતા રસ્તામાં આવેલ લીબુછાપરી ઝુપડપટ્ટી પાસે રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભરુચ શહેર “બી ડીવીઝન પોસ્ટમાં શોપવામાં આવેલ છે, અને ચીખલ પો.સ્ટે.માં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે
પકડાયેલ આરોપી:
અજયપાલસિંગ નરેશસિંગ તોમર હાલ રહેવાસી. અંકલેશ્વર નવજીવન હોટલની પાછળ સોસાયટીમાં ભાડાના મકાનમાં તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી ૪૯ કીરાયાગામ તા.અમ્બાહ જીલ્લો મોરેના (મધ્યપ્રદેશ)
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:
પો.સ.ઇ.પી.એસ.બરંડા યો પો.સ.ઈ.એ.એસ.ચૌહાણ તથા હેડ કોન્સ, સંજયભાઈ, સંજયદાન તથા પો.કો.વિશાલભાઈ નીમેશભાઈ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે