ક્રાઈમ

ગોલ્ડન બ્રીજ પર ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલ XUV ગાડીને ઝડપી પાડતી ભરૂચ LCB

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

અંક્લેશ્વર ગોલ્ડન બ્રીજ ના દક્ષીણ છેડા પર ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલ XUV ગાડી સાથે એક આરોપીને ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી: 

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષ કશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સૂચન આપવામાં આવેલ અને ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન ઝાલાનાઓએ તાબાના પોલીસ માણસોને પ્રોહીની અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશો શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ. સી.બી ભરુચની ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ગોલ્ડન બ્રીજ ના દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મહિંદ્રા xuv 500 કાર રજી.નં. GJ-19-A4-3388 સહીત એક ઇસમને પકડી પાડી કુલ મુદામાલ કિં.રૂ ૧૪, ૨૭,૯૦૦/- પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આવનારા સમયમાં પણ ભરુચ જીલ્લામાં પ્રોહી/જુગાર બુટલેગરો વિરુદ્ધ આ પ્રમાણેજ કડક અને કાયદેસર ની કાર્યાવાહી કરવામાં આવે છે.

પકડાયેલ આરોપી રાજેન્દ્રકુમાર હિરાભાઈ મીસ્ત્રી રહે. ૨૦૩ ગુજરાત રેસીડંસી કીમ કુરસદ રોડ સુરત મુ.રહે. સોજદ પાલી જી. પાલી રાજસ્થાન મુદ્દામાલની વિગત ભારતીય બનાવટ ની વિદેશી દારૂની નાની મોટી કુલ્લે બોટલ નંગ-૨૭૦ર ની કુલ કિં.રૂ. ૪,૨૨,૯૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં. રૂ.૫૦૦૦/-તથા એક મહિન્દ્રા XUV 500 કાર રજી.નં. GJ-19-AA-3388 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૧૪,૨૭,૯૦૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:-

પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ તથા હેડ કોન્સ.હિતેષભાઈ તથા પો.કો.મહપાલસિંહ,શ્રી પાલસિંહ વિશાલભાઇ વેગડ એલ.સી.બી. ના ઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है