ક્રાઈમ

અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના મારા-મારીના ગુન્હામાં નાસતા-ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા તથા જીલ્લાના પો.સ્ટે.માં પકડવા પર બાકી રહેલ આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો અંકલેશ્વર શહેર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે અંકલેશ્વર શહેર પો.સ્ટે. FIR No. 1119900420153/2020 IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ મુજબના ગુનાના કામના પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી (૧) મીતકુમાર ભદ્રેશભાઇ પટેલ રહે. બી-૪૪, વૈભવ બંગ્લોઝ, રાજરત્ન સોસાયટીની સામે, ઝાડેશ્વર તા.જી.ભરૂચ (ર) પિંકલકુમાર જીતુભાઇ પટેલ રહે. ઘર . ૧, મહાલક્ષ્મી પાર્ક સોસાયટી, ઝાડેશ્વર તા.જી.ભરૂચનાઓને આજરોજ તા.૦૭/૧૧/૨૦૨૦ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ગુનાહિત ઇતિહાસ :- ઇ-ગુજકોપ એપ્લીકેશમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ સર્ચ કરતા આરોપી પિંકલકુમાર જીતુભાઇ પટેલ વિરૂધ્ધ.

(૧) ભરૂચ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. . ૬૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૩૪૧, ૩૪૨ વિગેરે તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧) બી મુજબ તથા (ર) ભરૂચ શહેર સી ડિવિ પો.સ્ટે. ગુ.ર.નં. ૯૭૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૩૨૪, ૩૬પ વિગેરે તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩ (૧) (આર) (એસ) વિગેરે મુજબના ગુના દાખલ થયેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદનભાઇ કનુભાઇ તથા અ.હે.કો. મગનભાઈ દોલાભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है