
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા તાલુકામાં ચૌરી અમાસની ભારે ધામધૂમથી ઉજવણી કરાઇ;
આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચૌરી અમાસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે!!!
સાગબારા તાલુકામાં આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ચૌરી અમાસનો દિવસ ખેડૂતો માટે વર્ષનો સૌથી મહત્વનો દિવસ છે. આજના દિવસે ખેડૂતો પોતાના બળદોને ખેતીકામ થી દુર રાખી તેઓની પૂજા અર્ચના કરે છે. સાગબારા તાલુકામાં ચૌરી અમાસ ની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સાગબારા તાલુકામાં ખેડૂતો વર્ષમાં એક વાર આવતા આ ચૌરી અમાસ ના દિવસને ભારે ધામધૂમથી ઉજવે છે. આજના દિવસે ખેડૂતો પોતાના બળદોનું વરરાજાની જેમ અગતા સ્વાગતા કરે છે. ખેડૂતો આજના દિવસે પોતાના બળદોને સ્નાન કરાવીને તેને રંગબેરંગી કલર કરી શણગારવામાં આવે છે તેમજ મંદિરે પૂજા કરવા લઇ જાય છે. મંદિરે પાંચ ફેરા ફેરવી તેને સમગ્ર ગામમાં દોડાવવામાં આવે છે. અને દિવસ આથમતા પોતાના ઘરે જઈ તેની આરતી ઉતારવામાં આવે છે, બાદમાં તેને મીઠા રોટલા ખવડાવવામાં આવે છે. સાગબારા તાલુકામાં આ પ્રકારનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવી રહ્યો છે ને તાલુકાના લોકોએ તેને જાળવી પણ રાખ્યો છે.
ભલે હવે જમાનો આધુનિક બન્યો હોઈ પરંતુ આજેપણ કેટલાય ખેડૂતો પોતાની ખેતી બળદોને સહારે જ કરે છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી છે ત્યારે પોતાના પૂર્વજોની પરંપરા આજેપણ જાળવી રાખીને રીતિ રિવાજોને જીવંત રાખ્યા છે.