
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ આહવા ખાતે રોડ સેફ્ટી સેમિનાર સાથે જાગૃતા શિબિર યોજાઈ:
આહવા: ભારત દેશમાં વધતા અકસ્માતને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ આહવાનાં વિદ્યાર્થીઓને રોડ સેફટી અંતર્ગત સેમિનાર યોજી ટ્રાફિક વિશે અવગત કરવામાં આવ્યાં હતાં.
યાતાયાત માં ઉપયોગમાં લેવાતા દ્વિ-ચક્રીય વાહન કે, પછી કાર કે, અન્ય વાહનો ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. ડ્રાઈવ કરતી વખતે સેફ્ટી બેલ્ટ પહેરી ને અને બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરીને જ વાહન ચલાવવું જોઈએ. જેથી ગંભીર અકસ્માતોનું પ્રમાણ ઘટે અને સરકારના ધારા ધોરણ મુજબ વાહન ચલાવવું, ઓવરસ્પ્રીડિંગ વગેરે બાબતોનું ધ્યાન રાખવું. જેનાથી અકસ્માતને ટાળી શકાય. જેવા અલગ અલગ વિડિયો ક્લીપીગ્સના માધ્યમથી જીલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશે જાગૃત કરવામાં આવ્યાં હતાં.
રિપોર્ટર : પ્રદીપકુમાર સાપુતારા,