ખેતીવાડી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડુતોએ ભારત-VISTAAR ડિજિટલ પ્લેટફોર્મ અંગેનું જીવંત પ્રસારણ નિહાળ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડુતોએ ભારત-VISTAAR ડિજિટલ પ્લેટફોર્મ અંગેનું જીવંત પ્રસારણ નિહાળ્યું:

દિનકર બંગાળ, આહવા: નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડુતોને ભારત-VISTAAR Phase-1 લોન્ચનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.

જે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા Bharat-VISTAAR એ સરકાર દ્વારા બનાવવામાં આવેલું બહુભાષી, AI-આધારિત કૃષિ સલાહકાર ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ માહિતી અને સલાહ જેવી કે વાતાવરણ (મોસમ), બજાર ભાવ, પાક પર સલાહ, જમીનની સ્થિતિ અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સીધી રીતે ખેડૂતો સુધી પહોંચાડવા માટે ડિઝાઇન કરાયું છે.

આ AI પ્લેટફોર્મનો મુખ્ય ધ્યેય ખેડૂતોને ઝડપથી અને સરળ રીતે યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. ભારત-VISTAARનું Phase-1 લોન્ચ જયપુર શહેર ખાતે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાન ના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્મા દ્વારા ઓનલાઈન પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેનું જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ખેડૂત મિત્રોને બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૮૫ થી વધુ મહિલા તથા પુરુષ ખેડૂતો એ ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है