
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
સોલિયા ગામે સગીરા સાથે પ્રેમ સંબંધ બાદ તરછોડી દેતા સગીરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવી મોતને અંજામ આપ્યો;
આરોપીએ પ્રેમ સબંધ રાખી સગીરાને ગર્ભવતી બનાવી “તું બીમાર જેવી દેખાય છે” કહી તરછોડી દીધી;
દેડીયાપાડા ના સોલિયા ગામે સગીરા સાથે પ્રેમ સંબંધ રાખી શરીર સુખ માણી ગર્ભવતી બનાવી ડિલિવરી થયા બાદ “તું બીમાર જેવી દેખાય છે” કહી કાઢી મૂકતા સગીરાએ ઝેરી દવા ગટગટાવી હતી જ્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના આરોપી ઇન્દ્રમણી દલસુખભાઇ વસાવા રહે. સોલીયા, ગાયત્રી મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા ઓએ સગીરા સાથે પ્રેમ સબંધ રાખી શરીર સબંધ બાંધી ગર્ભવતી કરી ડીલીવરી થયા બાદ અવાર નવાર આરોપીના ઘરે જાય તે વખતે “ તુ બીમાર જેવી દેખાય છે જેથી હું તને અમારા ઘરે રાખવાનો નથી અને તારી દિકરીને અહીં મુકી જવી હોય તો મુકી જા.” તેવુ કહી અવાર નવાર ગાળો આપી કાઢી મુકેલ હોય જે બાબતે મરણ જનાર સગીરાને મરવા માટે મજબુર કરતા સગીરાએ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જતા રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે, ત્યારે દેડીયાપાડા પોલીસે આરોપી વિરૂદ્ધ પૉસ્કો સહિત ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણા ખરા લગ્નનો સામાજિક રીતે દાવો ભાંગીને સમાધાન થઈ જતું હોય છે તેના કારણે નાની ઉંમરની યુવતીઓને શોષણનો ભોગ બનવું પડે છે જેના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે, તેમજ આ ઘટના પછી પોલીસ અને સામાજિક સંસ્થા સહિત મહિલા વિભાગ દ્વારા પણ સામાજિક ક્રાંતિ લાવવાની ખૂબ મોટી જરૂરિયાત ઉભી થઈ છે.