
શ્રોત: ગ્રામીણ ટુડે નર્મદા બ્યુરો ચીફ; સર્જનકુમાર વસાવા
કોરોના મહામારીનો જંગ જીતનારા 9 નવ લોકોને નર્મદા જીલ્લાની કોવીડ હોસ્પિટલમાંથી અપાય રજા, આરોગ્ય કર્મીઓ દ્વારા દર્દીઓને ઉત્સાહ ભેર, પુષ્પવર્ષા અને તાળીઓનાં ગડગડાટથી અપાય અનોખી વિદાય; આરોગ્ય કર્મીઓનો અને પ્રસાસનનો દર્દીઓએ માન્યો આભાર,
નર્મદા જીલ્લામાં કોવીડ-૧૯ કોરોનાનાં ૧૨ સંક્રમિત લોકો હતા, સાગબારા તાલુકાનાં સેલંબા ગામનાં ૬૦ વર્ષીય એક સંક્રમિતને પણ અપાય રજા ગામમાં લોકોએ કર્યું સ્વાગત; હવે બે કોરોના સંક્રમિત વ્યક્તિ આખા નર્મદા જીલ્લામાં દાખલ છે, એક ને અપાય હતી અગાઉ રજા; તંત્ર અને આરોગ્ય કર્મીઓએ લીધો રાહતનો શ્વાસ ! બહુ જલ્દી નર્મદા જીલ્લો ગ્રીન ઝોનમાં લાવવા તંત્ર સતર્ક સાથે લોકો દુવાનો સહારો લઇ રહ્યા છે, નર્મદા જીલ્લામાં આશરે ૧૦૦૦ કરતાં વધુ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા,
ગરુડેશ્વર તાલુકાનાં ખડકડા ગામનાં કિરણભાઈ સ્વસ્થ થઈ ઘરે જતાં જણાવ્યું કે હોસ્પિટલમાં સુવિધાઓ સારી હતી અને કોરોના સામે લડવા ધડ મનોબળ અને હિમતની જરૂરત છે અને ઘબરાવાની કોઈ જરૂરત નથી; “કોરોના વોરીયર્સને લાખ સલામ”