Uncategorized

રાત્રિના અંધકારમાં મોટરસાયકલ પર અંગ્રેજી દારુની હેરફેર કરતા બુટલેગરો ઝડપાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કેવડિયા કોલોની બી.આર.જી ભવનની પાછળ થી રાત્રિના અંધારા નો લાભ લઈ ટુ -વહીકલ પર દારૂની હેરફેર કરનારા ત્રણ પોલીસની પકડમાં, મોટરસાયકલ સાથે અંગ્રેજી દારુ બોટલ પોલીસે કરી જપ્ત:

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે બીઆરજી ભવનની પાછળ તારીખ 29. 5.21ના રોજ રાત્રિના 11:45 વાગે ઈંગ્લીશ દારૂની હેરફેર કરતા બુટલેગરો કેવડીયા પોલીસ ની ઝપેટમાં આવી ગયા હતા આ આરોપીઓ પાસેથી ૨૦૦ એમએલ ની મેકડોલ બોટલ નંગ-૨ કિંમત રૂપિયા 200 તથા અલગ અલગ કંપનીના 4 મોબાઇલ કિંમત રૂપિયા1200 તથા બે મોટરસાયકલ કે જેના નંબર GJ 22- K- 3134 કિંમત રૂપિયા 20,000 તથા લાલ કલરની હોન્ડા cbz કે જેનો નંબર GJ 22 -B -6035 કિંમત રૂપિયા 30,000 સાથે મળી કુલ રૂપિયા 63,700 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા આ અંગ્રેજી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવા જઈ રહ્યા હતા તેની તપાસ હાલ કેવડીયા પોલીસ કરી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है