
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા.
કોરોના મહામારીના કપરાં સમયમાં આદિવાસી જનતાને મદદ કરવાં કરતાં ડાંગમાં આરોગ્ય વિભાગનાં અમુક અધિકારીઓ રોકડી કરવાનાં મૂડમાં? ડાંગ જીલ્લામાં બજાર અને ગ્રામ્યકક્ષાએ હાટડીઓ ચલાવતાં બોગસ ડોકટરોનો રાફડો: તંત્ર મુક દર્શક બન્યું!
ડાંગ જિલ્લામાં વસતા ગરીબ આદિવાસી લોકો જેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા મજુરી અર્થે અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં સાત – આઠ મહિના સ્થળાંતર કરી કાળી મજુરી કરી બે પૈસા કમાવતા હોય છે. જે પૈસા માં તેઓ ભૂખ્યા રહીને પણ પોતાના કુંટુબનુ ભરણ પોષણ સંભાળી કુંટુબનુ સંચાલન કરી જીવન ગુજારતા હોય છે. તેવા ગરીબ અને ભોળા, અભણ લોકો પોતાના દવાખાને સરકાર દ્વારા મળતી સારવાર લેવા માટે આવતા લોકોના કાન ભરી નજીકના સરકારી આરોગ્ય કેંન્દ્રમાં સારવાર લેવા જવા માટે ના પાડી રહયા છે. અને ખાનગી પ્રેક્ટીસ કરતાં બોગસ ડોકટરો ધ્વારા રીતસરના એજન્ટો મુકવામાં આવ્યા છે. જે કોઇ પેશન્ટો તેઓના દવાખાના સુધી પહોંચાડે તેને કમીશન આપવામાં આવતુ હોય છે.તેવી વિગતો સાંભળવા મળી રહી છે. ડો.દિલીપશર્મા ,ડો.ગામિત, ડો.સંજય શાહ ( ડી.એચ.ઓ, આહવા-ડાંગ ) જેવા જિલ્લામાં બેસતા અને ડાંગની જનતા નાં સ્વાસ્થયની જવાબદારીઓ તેવાં અધિકારીઓ બજાર અને ગ્રામ્યકક્ષાએ હાટડીઓ ચલાવતાં બોગસ ડોકટરોને મદદરૂપ બની રહયા હોય તેવુ સુત્રોના દ્વારા જણાવાં મળી રહયુ છે. જોવું રહ્યું ક્યાં સુધી જીલ્લામા આવું ચાલતું રહશે? શું કોઈ અનહોની થવાની વાટ જોઈ રહ્યું છે તંત્ર!
ડાંગ જિલ્લામાં ગલકુંડ, હનવતચોંડ,કાલીબેલ,બરડીપાડા,સુબીર,કેળ,,સુબીર,કેળ,ગારખડી,જામલાપાડા, પિપલદહાડ,પીપલાઇદેવી તથા ઝાવડા જેવા ગામોમાં વસતા આદિવાસી લોકોના શરીર સાથે અખતરા કરી માનવમાનવ શરીરને વહેલી તકે ખોખલુ બનાવવા માટે વગર ડીગ્રીએ પ્રેકટીસ કરી રહયા બોગસ તબીબોના નામે ચલાવતા કાળો કારોબારને જોઇ જિલ્લા આરોગ્ય તંત્ર બગાસા ખાઇ રહયુ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના ફરજમાં આવતુ હોય તેમ છતાં તેઓ આવા કાળા બજારીઆઓ સામે કાર્યવાહી કરવાના બદલે મદદરૂપ બની રહયા છે.