
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગારદા ગામે ઉકાઈ LI યોજના બની ગ્રામજનો માટે નડતરરૂપ અકસ્માતની ભીતિ;
ડેડીયાપાડા નાં ગારદા ગામે ઉકાઈ LI યોજના અંતર્ગત પાઇપ લાઇનો કરવામાં આવેલ હતી, જે લાઈનોમાં રસ્તામાં બે જગ્યા પર ખોદકામ કરવામાં આવતા ભર ચોમાસામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગારદા ગામ ખાતે ઉકાઈ એલ.આઇ યોજના અંતર્ગત મુખ્ય માર્ગ પર બે જગ્યાએ ખોદકામ કરતા ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે, મુખ્ય માર્ગ પરજ ખોદ કામ કરતા મોટા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, અને અકસ્માત ની ભીતી સેવાઈ રહી છે, તેમજ ગારદા, ખામ , ભૂતબેડાનાં ગ્રામ્ય વિસ્તારો માંથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, અને રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલકો ને પણ અકસ્માત થાય તો જવાબદાર કોણ??? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તંત્ર દ્વારા થયેલાં વિકાસ કામ બાદ ઉભી થતી સમસ્યા બાબતે તાત્કાલિક યોગ્ય સમાધાન કરવાં સંભવિત ગ્રામ્ય લોકોની માંગ ઉઠી રહી છે.