
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા
વાંસદા તાલુકાના બારતાડ ગામે આરોગ્ય કર્મી અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કોરોનાની જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.
વાંસદા તાલુકામાં કોરોનાની જાગૃત્તિ માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગામે ગામ જઇ ને જાહેર જગ્યાઓ પર કોરોના વિશેની જનજાગૃતિ અને અંધવિશ્વાસ તેમજ ગેરમાન્યતાઓ દૂર કરવા અભિયાન ચલાવવામાં આવ્યું જેના અંતર્ગત બારતાડ ગામે દૂધ ડેરી પર આરોગ્ય કર્મીઓ સાથે પહોંચીને લોકોને કોરોના વિશે જાગૃત કર્યા હતા.
વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કોરોનાની મહામારી ફેલાવા પામી છે.ગ્રામ્ય લોકોને કોરોના નો ડર પેસી ગયો હોવાને કારણે કોરોનાના લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ કે RTPCR કરાવવા જતા નથી જેના અંતર્ગત વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કોરોના જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં સ્થાનિક આરોગ્ય કર્મી સાથે ગામે ગામ દૂધની ડેરીઓ પર જાહેર સ્થળોએ લોકોનાં ટોળાં ભેગાં કર્યા વગર લોકો સમક્ષ જઈને કોરોના વિશે જાગૃત કરી રહ્યાં છે જેમાં બારતાડ(ખાનપુર) ગામે દૂધ ડેરી પર જઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય જણાવ્યુ હતુ કે ‘કોરોના ‘ થી ડરવાની જરૂર નથી પરંતુ લડવાની જરૂરત છે. કોરોનાને આપણે આપણા ઘરે જ હરાવી શકે છે તાવ, ઉધરસ, શરદી, ખાંસી જેવા પ્રાથમિક લક્ષણો દેખાતાની સાથે ઘરમાંજ હોમ કોરોન્ટાઇન થઈ જઈને આરોગ્યકર્મીઓની દવાઓ લેવાથી સારું થઈ જશે.
જો આ રોગને છુપાવવાથી જવાનો નથી. પરંતુ લડવાની જરૂર છે. અંકલાછના મેડીકલ ઓફીસરે પણ વેક્સિનથી ડરવાની જરૂર નથી પરંતુ વેક્સિન લેવાથી તંદુરસ્તી જળવાશે અને વેક્સિન આપવામાં ગામના લોકોનો સાથ સહકાર માંગ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય જગુભાઈ, નગીનભાઈ, વેલજીભાઈ તેમજ દિનેશ માહલા હાજર રહ્યાં હતાં.