
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
ર્ડા. મણિભાઇ દેસાઇ નવચેતન માધ્યમિક શાળા – ચોંઢા, તા. વાંસદા, જિ. નવસારી ખાતે તારીખ ૨૬/૧૨/૨૦૨૧ રવિવારના દિને નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ આજુબાજુ ગામોની સમગ્ર જનતા જનાર્દન ને કાર્યક્રમમાં હાજર રહી લાભ લેવા જાહેરાત કરવામાં આવી રહી છે.
ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ આયોજીત, રિધ્ધિ સિધ્ધિ આદર્શ ગામ વિકાસ મંડળ ચોંઢા અને સાંઇ યુવાધન વિકાસ સંકુલના સહયોગથી સર્વરોગ નિદાન અને નિઃશુલ્ક સારવાર શિબિર સૌજન્ય :- સ્વ. શ્રી મોરારભાઈ પ્રેમાભાઇ મિસીના સ્મરણાર્થે શ્રી શાંતાબેન મોરારભાઇ મિસી તથા શ્રી રોહિતભાઈ મિસી (કેનેડા)
સાર્વજનિક હોસ્પિટલ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ દ્વારા તા. ૨૬/૧૨/૨૦૨૧ને રવિવાર ના રોજ ર્ડા. મણિભાઇ દેસાઇ નવચેતન માધ્યમિક શાળા – ચોંઢા, તા. વાંસદા, જિ. નવસારી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં નીચે જણાવેલ વિભાગમાં નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે.
જનરલ મેડિસીન: ડૉ. અશ્વિન શાહ ડૉ. મનોજ પટેલ, ડૉ. ગીરીશ નાયક નીચે જણાવેલ રોગ કે રોગના લક્ષણો, ડાયાબીટીશ, હૃદય રોગ, શ્વાસની તકલીફ, એનિમિયા, સિકલસેલ, પેટનો દુઃખાવો, તાવ, શરદી, ખાંસીની નિશુલ્ક નિદાન અને સારવાર કરશે,
જનરલ સર્જરી: ડૉ. કિશોર મોદી સાહેબ હર્નીયા, હાઇડ્રોસીલ, એપેન્ડીસ, મસા, શરીર પરની તથા પેટની ગાંઠ સર્ગભા તપાસ કરી
સ્ત્રી રોગ નિષ્ણાત: ડૉ. હર્ષા શાહ, ડૉ. કાંચન ધાડવે નાઓ વંધ્યત્વ, નિઃસંતાન, અનિયમિત માસિક, અને દુખાવો, ગર્ભાશયની ગાંઠ, સફેદ પાણીની તકલીફ વગેરે..
બાળ રોગ નિષ્ણાત: ડૉ. નેહા પટેલ, ડૉ. શર્મિષ્ઠા પાટીલ, બાળકોમાં અપુરતો વિકાસ, ઘટતુ વજન, નબળા બાળકો તથા બાળકોની કોઇપણ જાતની તકલીફ,
દાંત રોગ: ડૉ. જય જોષી, દ્વારા દાંતનો દુખાવો, દાંત પડવા, દાંતમાં પરૂ ઝરવું,
આંખ રોગ: શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ, સીતાપુર દ્વારા આંખ લાલ થવી, આંખે ઝાંખુ દેખાવું, આંખમાં વેલ થવી, આંખે મોતીયો વિગેરે આંખના રોગોનું નિદાન અને સારવાર ની સેવા બજાવવામાં આવશે.
હાડકા તથા સાંધાના રોગો: ડૉ. હિતેશ કાછડીયા ડૉ. ભૂમિ નાયક (ફિઝીયોથેરાપીસ્ટ) દ્વારા કમરનો દુઃખાવો, મણકાની બીમારી, હાથ પગના ફેકચર હાડકા અન્ય રોગો તથા શારીરિક ખોડખાપણ જેવી બાબતો નું નિદાન તથા સારવાર ની સેવા બજાવશે.
પ્લાસ્ટીક સર્જન: ડૉ. હર્ષિલ રાવલજી દ્વારા ચહેરાની વિકૃતિ, ફાટેલા હોઠ, ફાટેલા તાળવા, નાક, કાન દાઝયા પછીની રહી ગયેલ ખામીઓ જેવી અનેક રોગોનું નિદાન અને સારવાર ની સેવા બજાવવામાં આવશે.
આ શિબિરમાં ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ર્ડા. હિરેન ગોરકર, ડો. દિપક વસાવા તબીબી સેવા આપશે. શિબિર દરમ્યાન જરૂરીયાત મંદ દર્દીઓને ચશ્મા રાહત દરે આપવામાં આવશે. આ ઉપરાંત ધનિષ્ઠ તપાસ તથા ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓનાં ઓપરેશન ખારેલ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે કરી આપવામાં આવશે. વધુમાં આર્થિક રીતે નબળા દર્દીઓ માટે જન્મજાત ખોડખાંપણ જેવી ચહેરાની વિકૃતિ, ફાટેલા હોઠ, ફાટેલા તાળવા, નાક કાન દાઝયા પછીની ખામીઓ, મુત્રાશયની ખામીવાળા ઓપરશનો નિષ્ણાત ડૉકટરો દ્વારા મફત કરી આપવામાં આવશે. આ શિબિરનો જરૂરીયાતમંદ દર્દીઓને લાભ લેવા વિનંતી છે. તથા આસપાસના ગામોના જરૂરીયાતવાળા દર્દીઓને શિબિરનો લાભ લેવા માર્ગદર્શન આપવા વિનંતી કરીએ છીએ.
તારીખ :- ૨૬/૧૨/૨૦૨૧, રવિવાર, સમય:- સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ કલાકે. સ્થળ :- ર્ડા. મણિભાઇ દેસાઇ નવચેતન માઘ્યમિક શાળા-ચોંઢા, તા. વાંસદા, જિ. નવસારી. કેમ્પમાં બતાવવા આવો ત્યારે દર્દીઓએ અગાઉ સારવાર લીઘા અંગેની ફાઇલ-રીપોર્ટ, દવા ચાલુ હોય તો તેની વિગત સાથે અવશ્ય લાવવાની રહેશે.
અગત્યની નોંધઃ-
(૧) સર્વ રોગ શિબિરના વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દી તેમજ આંખના મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓએ પૂર્વ તૈયારી સાથે કેમ્પમાં તપાસ કરાવવા માટે આવવું.
(૨) લોહીની જરૂરીયાતવાળા દર્દીઓએ લોહીની સગવડ માટે રકતદાતાની વ્યવસ્થા જાતે (પોતે) કરવાની રહેશે. (૩) આયુષ્માન કાર્ડ ધરાવનાર લાભાર્થીઓ મફત સારવાર માટે કાર્ડ લાવવો જરૂરી છે. જેથી દર્દીએ પોતાનો આધાર કાર્ડ તથા રેશન કાર્ડ સાથે લાવવું.
ડૉ. અશ્વિન શાહ મેનેજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ ફોન : (૦૨૬૩૪) ૨૪૬૨૪૮, મો. ૭૬૯૮૦૦૫૯૧૫ દ્વારા અખબારી યાદીમાં જાહેર જનતા જોગ સંદેશ પ્રસિદ્ધ.
નોંધ : Covld – 19 અંગેના સાવચેતીના નિયમોનું અવશ્ય પાલન કરવાનું રહેશે.