
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ડેડીયાપાડા: પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બલ ગામના અર્જુનભાઇ વાડગીયાભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ બલ ગામના નિશાળ ફળીયા માં રહેતી 16 વર્ષીય સગીરા અંજનાબેન અમરસિંગભાઈ વસાવા એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘર માંજ ઝેરી દવા પી લીધા બાદ, ડેડીયાપાડા સરકારી દવાખાના બાદ રાજપીપળા સિવિલ અને ત્યાંથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.