
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી.ગોહિલ જંબુસર વિભાગ, જંબુસરનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે વિસ્તારમાં આગામી આવનાર બકરીઇદ તહેવાર અનુસંધાને જીલ્લામાં ગૌવંશ તથા ગૌમાંસની ગે.કા હેરાફેરી અટકાવવા તથા ગૌવંશની ગે.કા કતલ અટકાવવા સારૂ તેમજ પશુઓની ગેરકાયદેસર હેરાફેરીના ગુના અટકાવવા તથા શોધી કાઢવા અંગે ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને આજ રોજ ના,રા પેટ્રોલીંગમાં હતા,
તે દરમ્યાન અમોને બાતમી મળેલ કે વલણ પાલેજ તરફથી એક આઇશર ટેમ્પામાં પશુઓ ભરી આમોદ તરફ જાય છે તેવી બાતમી આધારે અમો સમની ત્રણ રસ્તા ઉપર વાહનચેકિંગમાં હતા તે દરમ્યાન સમની ગામ તરફથી શંકાસ્પદ તાડપત્રી બાંધેલ હાલતમાં આઇશર ટેમ્પો નંબર GJ-16-AV-7348નો સમની ત્રણ રસ્તા પાસે આવતા સાઇડમાં ઉપરોક્ત આઇશર ટેમ્પાને ઉભો રખાવી પંચો રૂબરૂ તપાસ કરતા આઇશર ટેમ્પામાં નાની-મોટી કુલ ૨૧ ભેંસો ખિચોખિચ ટુંકા દોરડા વડે બાંધી પિડા થાય તેવી રીતે ભરી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહી કરી ગુનો કરેલ હોય જેથી નાની-મોટી ભેંસો નંગ-૨૧ કિ.રૂ ૪,૨૦,૦૦૦/- તેમજ આઇશર ટેમ્પાની કિં.રૂ. ૫,૦૦,૦૦૦/- લેખે ગણી કુલ કિ.રૂ ૯,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને હસ્તગત કરી આરોપીઓ વિરૂધ્ધ પશુ ઘાતકી પણાનો કાયદો-૧૯૬૦ની કલમ-૧૧(૧)(ડી),(ઇ),(એફ),(એચ) તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ ૨૦૦૫ની કલમ-૪,૯(૧) તથા ગુજરાત રાજ્ય પશુપાણી (હેરફેર નિયંત્રણ) હુકમ ૧૯૭૫ ની કલમ ૨ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-૨૦૧૫ (૧૧ મો સુધારો) ના રૂલ્સ નં-૧૨૫ (ઇ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી (૧) નિઝામ મહમંદશા નાથુશા દિવાન ઉં.વ-૩૪ ધંધો-ડ્રાઈવિંગ રહે, હલદરવા, દિવાન મહોલ્લો તા.કરજણ જી.વડોદરા વોન્ટેડ આરોપી (૧) નવાબ રહે- આછોદ તા.આમોદ જી.ભરૂચ.