દક્ષિણ ગુજરાત

નર્મદાના કેવડિયા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કેવડિયા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી 

મળતી માહિતી મુજબ પ્રવાસન ધામ કેવડીયા ખાતેનું  જંગલ સફારી પાર્કમાં 6 પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં ઘુસતા સિક્યુરિટી એ ટિકિટ માંગતા થયું ઘર્ષણ:

પોલીસ કર્મીઓએ ટુકડી બનાવી  ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી ને માર માર્યો:

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરવામાં આવી, સીસીટીવી નો વીડિયો સામે આવ્યો જેથી પોલીસ વડા આવ્યા હરકતમાં  જીલ્લા પોલીસ વડાએ 5 જેટલા જવાબદાર પોલીસકર્મીઓને ફરજ મોકૂફ કરી દેતા પોલીસ બેડામા ખળભળાટ:

કેવડિયા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસ ની દાદાગીરીનો ચકચારી બનાવ ગઈ કાલે બનવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ કાલે બપોર ના 12ની આસપાસ કેવડિયાની ટ્રાફિક પોલીસ ના 6જેટલા પોલીસ કર્મીઓ તેમા ત્રણ જેટલા ડ્રેસમાં હતા.અને બાકીના સિવિલ ડ્રેસમા હતા. તેઓ મેઇનગેટ માથી સફારી પાર્ક મા પ્રવેશ કરવા જતા હતા ત્યારે ફરજ પરના સિક્યોરિટીએ ટિકિટ, પાસની માંગણી કરી હતી. અને માસ્ક પહેરવા જણાવ્યુ હતું. પરંતુ ખાખી વર્દીના રૉફ્મા આ પોલીસ કર્મીઓ જંગલ સફારી પાર્ક માં ઘુસતા સિક્યુરિટીએ ટિકિટ માંગતા ઘર્ષણ થયું હતું. અને ફેટ પકડી અને બન્ને વચ્ચે તું તું મૈ મૈ થતા મામલો ગરમાયો હતો. અને પોલીસ કર્મીઓએ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યોહતો. અને સફારી પાર્ક ના પ્રીમાઇસીસ એરિયામાથી સિક્યુરિટી કર્મચારીને બહાર ખેચી લઇ જઈ વાહનમાં બેસાડી ને કેવડિયા પોલીસ મથકે લઇ ગયા હતા.
આ ઘટનાથી સિક્યુરિટી કર્મચારીઓ રોષે ભરાયા હતા અને સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
આ અંગેનો સીસીટીવી નો વીડિયો વાયરલ થતા હકીકત સામે આવી હતી. અને આ અંગેની ગંભીર ફરિયાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરવાના ચક્રો ગતિમાન કરતા પોલીસ તંત્ર પણ હરકત માં આવી જતા દોડતું થઇ જવા પામ્યુ હતું.

જો કે જંગલ સફારીમાં ગઈકાલે બનેલ મારામારીની ઘટના સંદર્ભે નર્મદા પોલીસ વડાએ 5 જેટલા જવાબદાર પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરી દીધા હતા. જેમા
હેડ કોન્સ્ટેબલ શૈલેષ મનસુખ,
કોન્સ્ટેબલ રાજેન્દ્ર ખાનસિંગ,
કોન્સ્ટેબલ મનોજ ધનજીભાઈ,
કોન્સ્ટેબલ કૃષ્ણલાલ મહેશભાઈ,
કોન્સ્ટેબલ અનિલ મહેશભાઈ,
(તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન,કેવડિયા) ને જિલ્લા પોલીસ વડા નર્મદાએ ફરજમોકૂફી હેઠળ મુકી દેતા પોલીસ બેડામા ભારે ફફડાટ ફેલાયો હતો. જોકે SP નર્મદાએ તાત્કાલિક લીધેલા પગલાંને સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિવારે આવકારી અભિનંદન પણ પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है