
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ
શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓનો IIT ના પ્રવેશની JEE પરીક્ષામાં બહુ સારો દેખાવ કરતાં વાંકલનું અને શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલનું ગૌરવ વધાર્યું હતું.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ માં ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ (ગણિત ) વિષયમાં 84 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ JEE ઉત્તીણ થયા હતા, ત્યારબાદ JEE MAIN 27/9/20 માં IIT ના પ્રવેશની JEE ADVANCE પરીક્ષામાં preparatory ST. રેન્ક 67 લાવીને 19 વિદ્યાર્થીઓ સહીત ટોપર ચૌધરી દીપ્તેશ સતિષભાઈ એ ગામનું તેમજ શાળાનુ નામ રોશન કર્યું છે, શાળાના આચાર્ય પારસ મોદી, ટ્રસ્ટીગણ તેમજ સ્ટાફગણે તમામ સારો દેખાવ કરતાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને તેમનાં ઉજ્જવળ ભવિષ્યની સુભકામના પાઠવી હતી.