
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
અંતરીયાળ આદિવાસી વિસ્તારના ગામોની સસ્તા અનાજની દુકાનમાં મહિનાનાં અંત સુધીમાં પણ અનાજ માટે ફાફા!
દેડિયાપાડા તાલુકાના કણજી, વાંદરી,માથાસર, ડુડાખાલ, ખાલ જેવા અંતરીયાળ ગામોના આદિવાસીઓને સરકારી
અનાજ ન મળતાં કફોડી હાલત થઈ જવા પામી છે; એક તરફ સરકાર મોટા મોટા બેનરો લગાવી મફત અનાજ વિતરણ ની જાહેરાતો કરે છે, અને બીજી તરફ લોકો રુપિયા ખર્ચી અને સમય બગાડી અનાજ લેવા માટે આટાફેરા અને ફાંફા મારે છે! ગુજરાત ની સંવેદનશીલ સરકાર ને કોરોના કહેર વચ્ચે આ ન્યુઝ સમર્પિત:
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના કણજી, વાંદરી, માથાસર, ડુડાખાલ, ખાલ ગામના અંદાજીત ૧૧૦૦ જેટલા રેશન કાડૅ ધારકો કોકમ ખાતે સરકારી સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે આવ્યાં હતા, તેમ છતાં સરકારી અનાજ તેમને મળ્યું ન હતું, ૨૫ કિ.મી. દૂર સવારે ૭ વાગ્યે થી આદિવાસી લોકો ભૂખ્યા અને તરસ્યા અનાજ લેવા બેસી રહ્યા હતા, તેમ છતાં તેમને સરકારી અનાજ આપવામાં આવ્યું ન હતું. આદિવાસીઓ ફિંગર કૂપન કઢાવવા માટે ડુમખલ ગ્રામ પંચાયત ખાતે સવાર થી લાંબી લાંબી લાઇનો બનાવી ઉભાં હતા છતા આખરે તેમની ફિંગરપ્રિન્ટ નથી પડતી, સર્વર ડાઉન છે, ઓનલાઇન નથી ચાલતું, કાલે આવજો એવા બહાના બતાવીને આદિવાસીઓને સરકારી અનાજ આપવામાં આવતું નથી અને આદિવાસીઓને ધરમ ધક્કા ખવડાવે છે. જોવું રહ્યું લોકોના દરદ અધિકારીઓ સુધી પોહ્ચે છે કે નહિ ?
આખા મહિનામાં સરકારી અનાજ આપવું જોઈએ તેમ છતાં ત્રણ દિવસ સરકારી અનાજની દુકાન ખોલી ૨૫% લોકોને માંડ માંડ અનાજનો જથ્થો આપવામાં આવે છે. ૭૫% લોકો અનાજ વિના રહી જાય છે. તેમજ આ સરકારી સસ્તા અનાજની દુકાન વાંદરી ગામે આવેલ છે, પણ વચ્ચે દેવ નદી છે. એના બહાને કોકમ ગામે આ પાંચ ગામના લોકોને અનાજ લેવા ૨૫ કિ.મી. કોકમ ગામ સુધી લંબાવું પડે છે.અને આજે પણ કાર્ડ ધારકોને સરકારી અનાજ મળ્યું ન હતું, લોકોમાં આક્રોશ જોવા મળે છે. રોષ જોવા મળે છે, જેની અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય એવી લોકોએ માંગણી કરી હતી.