
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
એકતા નગર (કેવડિયા) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ;
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તેરાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી;
નર્મદા: “હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા ને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરીશ અને દરેક દેશવાસીઓ સુધી આ સંદેશ લઇ જવા પ્રયત્ન કરીશ. હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી પ્રેરાઇને લઉ છું જે સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા અને કાર્યો દ્વારા શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠા થી સંકલ્પ કરુ છું.”
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં એકતા નગર (કેવડીયા) ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભારતભર માંથી આવેલ સૌ કોઇએ ઉત્સાહભેર આ પ્રતિજ્ઞા લીધી હતી.