
શ્રોત: ગ્રામીણ ટુડે તાપી, પ્રતિનીધી
કોરોના મહામારીમાં હરકોઈ પોતાનો સહયોગ આપવા પ્રયત્નશીલ રહે છે ત્યારે તાપી જીલ્લાનાં PHC,CHC સેન્ટરોમાં સુરત જીલ્લાનાં મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા કોરોના વોરીયર્સને સેફટીકીટનું વિતરણ કરી મહેકાવી માનવતાની મહેક; અને જીલ્લાનાં કોરોના વોરીયર્સને સારા અને સ્વસ્થ આરોગ્યની આપી શુભેચ્છાઓ,
તાપી જીલ્લાનાં PHC,CHC અલગઠ,કણજોડ,બુહારી,દેગામાં,કલમકુઈPHC અને વાલોડ CHC સેન્ટરોમાં મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા કોરોના વોરીયર્સને સેફટીકીટ ૧૦ PPE કીટ, ૪૦૦ માસ્ક, ૧૦૦ હેન્ડગ્લોઝ, ૫ લીટર સેનેટાઈઝર, ડોક્ટર, નર્સ, અને તમામ આરોગ્ય કર્મચારીઓને કરવામાં આવ્યું વિતરણ;જેમાંઆદિવાસી પંચનાં સભ્યો ભાવિનભાઈ ,નરેન્દ્રભાઈ, શેલેષભાઈ, ઉજ્વલભાઈ, રવિ ચૌધરી, શાંતિલાલ તેમજ વાલોડ તાલુકાનાં કાર્યકર સંજય ગામીત,મેહુલચોધરી, દાતા યજ્ઞેશ પાવાગડી, નયન પાવાગડીએ તમામ કોરોના વોરીયર્સ ડોક્ટર, નર્સ, અને તમામ આરોગ્ય કર્મચારીઓને કોરોના મહામારીનાં કપરાં સમયમાં ૨૪ કલાક ફરજ નિભાવતાં અને લોકહિત માટે કરતાં ઉમદા કાર્યોને બિરદાવ્યા હતાં,
આજે પોલીસ, પ્રસાસન અને આરોગ્ય કર્મીઓ સમાજમાં સાચાં હીરો તરીકે સન્માન પામવાને લાયક છે, ત્યારે માનવી તરીકે આપણે આપણી ફરજ “ઘરમાં રહીને” નિભાવી શકીએ છીએ.. સલામ છે કોરોના વોરીયર્સ અને આદિવાસી પંચનાં તમામ મિત્રોને... વગર કામે ઘરથી બહાર નીકળવું આપનાં અને પરિવાજનો માટે ખતરા રૂપ છે,