રાષ્ટ્રીય

અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થતો દિલ્હી-મુંબઇ ગ્રીન એક્સપ્રેસ વે વડોદરા માટે વિકાસની નવી શક્યતાઓના દ્વાર ખોલશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ગુજરાત 

સરકાર દ્વારા નવનિર્માણ થઇ રહેલ દિલ્હી-મુંબઇ ગ્રીન એક્સપ્રેસ વે વડોદરા માટે વિકાસની નવી શક્યતાઓના દ્વાર ખોલશે,
▪️ અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થતો આ ૧,૩૮૦ કિલોમીટર લાંબો એટલે કે  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે તરીકે ઓળખાશે જે હાલ નિર્માણાધીન છે, 


▪️ આ એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે:
▪️ ગુજરાતમાંથી પસાર થશે  ૪૨૩ કિલોમીટરના એક્સપ્રેસ વે નું રૂ. ૩૫ હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે,
▪️ આ એક્સપ્રેસ વે ગુજરાતના વિકાસને પણ  નવી ચેતના આપશે, 


▪️ ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ આર.ઓ.બી.નું થશે નિર્માણ:
▪️ ભરૂચ નજીક નર્મદા નદી પર એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો આઈકોનિક બ્રિજ ભારતનો પ્રથમ આઠ લેન પુલ હશે
▪️ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં ૩૩ રોડસાઇડ સુવિધાઓનું આયોજન:


▪️ નવા એક્સપ્રેસ-વે થી દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા:
▪️ ૩૨૦ મિલિયન લિટરથી વધુ વાર્ષિક બળતણની બચત થશે,
▪️ ૮૫૦ મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ૪૦ મિલિયન વૃક્ષો વાવવા સમાન છે.


▪️ પર્યાવરણીય સુરક્ષા માટે હાઇવે પર ૪૦ લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ રોપવાની યોજના છે. નવનિર્માણ થઇ રહેલ દિલ્હી-મુંબઇ ગ્રીન એક્સપ્રેસ વે અંતર્ગત વડોદરા-અંકલેશ્વર ની ૧૦૦ કિમી નો વિસ્તાર બાંધકામ ના અંતિમ તબક્કામાં. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है