
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેથી પો.સ.ઇન્સ.શ્રી.બી.ડી.વાઘેલા નાંઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમનાં માણસો સુરત શહેર વિસ્તારમાં તપાસમાં ગયેલ દરમ્યાન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ આધારે ભરૂચ શહેરએ ડીવી પો.સ્ટે.ગુ.ર.નં.I૪૨/૨૦૧૧ ઇપી કો કલમ ૪૦૬,૪૨૦ વગેરે મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી નગીનભાઈ કેશવભાઈ પટેલ, રહે.રાધે સોસાયટી ,પ્લોટ નંબર ૩૨ અંદાળા,તા.અંકલેશ્વર,જી.ભરૂચ હાલ રહે.વેશનવદેવી સોસાયટી, ઘર નં.૧ ,જહાગીરપુરા ,સુરત મુળ રહે. મોર,તા.ઓલપાડ, જી.સુરતનાને આજ રોજ તા.૧૫/૦૯/૨૦૨૦નાં રોજ જહાગીરપુરા , કેનાલ રોડ સુરત ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિનાં કારણે સંક્રમણ અટકાવવા સારું તેમજ આરોપીનો covid-19 નો ટેસ્ટ કરાવવા સારું તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર ‘એ’ ડીવી.પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કૉડનાં પો.સ.ઇ.બી. ડી.વાઘેલા તથા અ.હે.કો.મગનભાઈ દોલાભાઈ તથા પો.કો.રાકેશભાઈ ચંદુભાઇ પો.કો.વિશાલભાઈ રમેશભાઈ તથા પો.કો.ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો.શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા ડ્રા.પો.કો.રમેશભાઈ રામજીભાઈ તથા પો.કો.મયુરભાઈ ગોવિંદભાઈ (એલ.સી.બી.) તથા વુ.પો.કો.મનીષાબેન જીવાભાઈ નોકરી મહિલા પોલિસ સ્ટેશનનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.