બ્રેકીંગ ન્યુઝ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન ચૂંટણી પંચે “થીમ આધારિત’ મતદાન મથકો તૈયાર કર્યા :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

સામાન્ય વિધાનસભા ચુંટણી -2022

આ છે આહવાનુ આદર્શ મતદાન મથક: 

ડાંગ, આહવા: ૧૫મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન ચૂંટણી પંચે *થીમ આધારિત* મતદાન મથકો તૈયાર કર્યા છે.

જે પૈકી ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગમા મતદાન મથક નંબર : ૧૮૫-આહવ (પુ)-૧૨ (આંબાપાડા) ને *આદર્શ મતદાન મથક* તરીકે તૈયાર કરાયુ છે.

લોકશાહીના *અવસર* ના વધામણા કરતા આ મતદાન મથકે તમામ પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવી છે. આ આદર્શ મતદાન મથકના મતદારો માટે અહીં પીવાના પાણી સહિત શૌચાલય, કચરા પેટી, પૂરતી હવા ઉજાશની વ્યવસ્થા, બપોરના સમયે તાપ થી બચવા માટે મંડપ, બેઠક વ્યવસ્થા, સ્ત્રી અને પુરુષોની અલાયદી કતાર, રેડ કાર્પેટ, સીસી ટીવી કેમેરા, લાઈવ વેબકાસ્ટિંગની સુવિધા, દિવ્યાંગજનો માટે વ્હિલ ચેર, અને નાના ભૂલકાઓ માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામા આવી છે. 

ઉલ્લેખનિય છે કે, આહવાના આ આદર્શ મતદાન મથકે ૪૪૪ સ્ત્રી, અને ૪૨૦ પુરુષ મળી કુલ ૮૬૪ મતદારો નોંધાયા છે. 

મતદાન દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ આ મતદાન મથકની જાત મુલાકાત લઇ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है