
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: દિનકર બંગાળ
ફરી ડાંગ જિલ્લાનો સમગ્ર દેશમાં ડંકો, પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત:
વઘઈ: દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ખેડૂતો ઉત્થાન માટે હિલ મીલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ ડાંગને ગત દિવસો દરમિયાન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગનું નોમિનેશન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ મેળવવા સફળતા મળી છે.
આ એવોર્ડ માટેની પ્રક્રિયામાંથી પસાર થઈ ડાંગ જિલ્લાને સિલ્વર એવોર્ડ મેળવવામાં સફળતા માંગી છે. દિલ્હીથી મળેલો આ એવોર્ડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મેળવવામાં આવ્યો હતો, જે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં, જિલ્લા વહીવટ તંત્રના વડા એવા કલેક્ટર મહેશ પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો.
તેમણે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ અને તેમની ટીમ સહિત સૌને સહિયારા પ્રયાસો માટે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં અભિનંદન પાઠવ્યા હતા.