
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા અને આજુબાજુના યુવાનો દ્વારા જરૂિયાતમંદોને અનાજની કીટ આપી માનવતા મહેકાવી:
કોરોના આજે સમગ્ર દેશમાં લોકોને ભરડામાં લઈ રહ્યો છે અને આજે કોરોના એ ગામડામાં પણ દસ્તક દીધી છે ત્યારે ગામડામાં લોકોની આર્થિક અને માનસિક સ્થિતિ વિકટ બની રહી છે તેવા સંજોગોમાં ડેડિયાપાડા અને આજુબાજુના યુવાનો દ્વારા કોઈની ખુશી માટે આપણે નિમિત બનીએ એજ આપણો શ્રેષ્ઠ કર્મ છે, એ ઉક્તિને સાર્થક કરવા આસપાસના ગરીબ લોકો કે જેમને ખરેખર આ કપરા સંજોગો માં અનાજ તેમજ જીવવા માટેની પાયાની જરૂરિયાતો મળી રહે તે હેતુથી એક કીટ તૈયાર કરીને જરૂરિયાત લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું બાદમાં સૌ પોતાની ક્ષમતા મુજબ આર્થિક યા અન્ય મદદ કરીને માનવતાની સેવાનું ખૂબ મોટું કાર્ય કરવા તૈયાર થયા.
ગ્રામજનો અને મિત્ર મંડળને નજીવી મદદ કરીને માનવતાનું મોટું કરવા માટે કીટ બનાવમાં યોગદાન આપવા અપીલ કરી જેમાં ચોખા 4kg, મીઠું 1 પેકેટ, દાળ 500 ગ્રામ, તેલ 500 ગ્રામ બટાટા 1 કિલો, ડુંગળી 1 કિલો, મરચું 1 પેકેટ, હળદર 1 પેકેટ વગેરે લોકોને યથાશકિત મદદ કરવાની અપીલ કરીને મળેલ દાનની કીટ સ્વરૂપે દેડીયાપાડાનાં ખાબજી, પોમલાપાડા, ઘોડી, થપાવી, સામરપાડા ગામોમાં જઈને વિતરણ કરવામાં આવ્યું હતું.
				
					


