
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટીના અધ્યક્ષ સ્થાને રિવ્યુ મીટિંગ યોજાઇ:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે આજ તા. ૨૧/૦૭/૨૦૨૨ ના સેજ માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ., નવસારી ડૉ. એન. એમ. ચૌહાણના અધ્યક્ષ સ્થાને કેવિકે રિવ્યૂ મીટીંગ યોજાઈ હતી. જેમાં કેવિકેના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ સ્વાગત કરી કેવિકેની પ્રવૃત્તિઓની ઝલક આપી હતી.
ડૉ. એન. એમ. ચૌહાણએ કેવિકેની કામગીરી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે વધારેમાં વધારે ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો લાભ લે અને ખેતીમાં નવી ટેકનોલોજી અપનાવી આર્થિક સધ્ધર બને એ માટે સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે ભવિષ્યમાં આ કેન્દ્ર દ્વારા કરવામાં આવનાર કામોની વિસ્તૃત રીતે ચર્ચા કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે દરેક વૈજ્ઞાનિકશ્રીઓને વિષય અનુરૂપ ટેકનિકલ સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું, વધુમાં તેમણે વ્યારા ખાતે સખી મંડળની દુકાનની પણ વિઝિટ કરી હતી. જેમાં કેવિકે વ્યારાના દત્તક ગામ સ્નેહા સખી મંડળની મહિલાઓને કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી હતી જેના ફળ સ્વરૂપ વિવિધ પ્રકારના ક્રાફટ આર્ટિકલ, ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અને આયુર્વેદિક કેશતેલ નું વેચાણ કરવામાં આવે છે. સદર દુકાનની વ્યવસ્થા વન વિભાગ, વ્યારા દ્વારા કરવામાં આવેલ છે. સદર રિવ્યૂ મીટીંગમાં કેવિકે તાપીના તમામ વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ કેવિકે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.