
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પગરખાં અભિયાન:
આશ્રમશાળા કલમકુઈ ના શિક્ષક દ્વારા દાતાઓના સાથ સહકારથી પગરખાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન ની આજે ર્ડા.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ના દિવસથી શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે વાઝરડા, સરકુવા અને શિશોર શાળાના બાળકોને 400 જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવી હતી.
હાલમાં ખુબ જ ગરમી પડી રહી છે ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે આદિવાસી વિસ્તારના નાના ફુલ જેવા બાળકો આર્થિક નબળી પરિસ્થિતિ ના કારણે ખુલ્લા પગે ચાલીને શાળાએ જતા હોય છે ત્યારે આવા બાળકો માટે પગમાં પહેરવા માટે ચપ્પલ મળી રહે તે હેતુથી આશ્રમશાળા કલમકુઈ ના શિક્ષક દ્વારા દાતાઓના સાથ સહકારથી પગરખાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન ની આજે ભારત રત્ન ર્ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ના દિવસથી શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે વાઝરડા, સરકુવા અને શિશોર શાળાના બાળકોને 400 જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવી હતી. આ ચપ્પલ ના દાતાશ્રીઓ ડૉ.નિલેશભાઈ ચૌધરી, ડૉ.સમિરભાઈ ચૌધરી, ડૉ.મિતેષભાઈ ચૌધરી, ડૉ.ધર્મેશભાઈ ચૌધરી, ડૉ.અશ્વિનભાઈ ચૌધરી, ડૉ.ચેતનભાઈ ચૌધરી, ડૉ.હેતલભાઈ ચૌધરી, હરિશ્ચંદ્રભાઈ પાટીલ, મલયભાઈ ચૌધરી, વિપુલભાઈ પટેલ, કમલભાઈ ચૌધરી વ્યારા તરફથી 400 જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્ય માં સહયોગ કરનાર તમામ દાતાશ્રીઓ નો શાળાના શિક્ષક મિત્રો અને બાળકોએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાન થકી આગામી દિવસોમાં વધુમાં વધુ શાળાના બાળકોને લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.