
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા અને માજી વન મંત્રી મોતીસિંહ વસાવા ના વરદ હસ્તે ડેડીયાપાડાના વિવિધ રસ્તાઓનુ ખાતમુહૂર્ત કરાયુ.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકામાં રસ્તોઓને લઈ અનેક સમસ્યાઓ મુશ્કેલીઓ ગ્રામજનોને પડી રહી હતી, ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલીઓને દુર કરવા ગ્રામજનોની માગને ધ્યાને લઈને આજ રોજ તા.૨૪/૧૦/૨૦૨૦ ના રોજ આ રસ્તાઓનુ દેડિયાપાડા તાલુકાના જુદા જુદા ગામોને જોડતા જિલ્લા પંચાયતના રસ્તાઓનું માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા તેમજ માજી વન મંત્રી મોતીસિંહ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતુ જેમાં,
૧) મોટા મંડાળા થી ગારદા – ભૂતબેડા રોડ,૭.૮૦ કિમી. ૧૫૬.૦૦ લાખ.
૨) સિંગલવાણ એપ્રોચ રોડ, ૦.૫૦ કિમી. ૫૦.૦૦ લાખ.
૩) કોકટી થી નીનાઈ ધોધ, મોહબી રોડ, ૫.૬૦ કિમી.૨૨૦.૦૦ લાખ.
૪) ફુલસર બેડાપાટીયા રોડ,૦.૫૦ કિમી. ૫૦.૦૦ લાખ.
૫) ફુલસર થી દુથર રોડ, ૧.૫૦ કિમી. ૩૦.૦૦ લાખ.
જણાવેલ રસ્તાઓની કામગીરી કરનારા એજન્સીઓ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ને કામો સમય મર્યાદામા પુરા કરવામાં આવે અને રસ્તા, સ્લેબ ડ્રેઇન, નાળાના કામોમા ગુણવત્તા જાળવવામાં આવે એવી ગામ ના લોકો વચ્ચે ચર્ચા કરવામા આવી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દામાભાઈ વસાવા , દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માધવસિંહ વસાવા, માજી ધારાસભ્યશ્રી મોતિસિહ વસાવા, કારોબારી અધ્યક્ષશ્રી બહાદુરભાઈ વસાવા , માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, BTP નર્મદા જિલ્લા પ્રમુખશ્રી ચૈતરભાઈ વસાવા જેવા અનેક હોદેદારો તેમજ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.