ધર્મ

વ્યારામાં પર્યુષણ પર્વની ઉજવણી આનંદ-ઉલ્લાસ પૂર્વક થઇ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

વ્યારા શ્રી જૈન સંઘમાં પર્યુષણ પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. 
પ.પુ. આચાર્ય ભગવંત શ્રી કેસરસુરીશ્વરજી મ.સા. ના સમુદાયના સાધ્વીજી ભગવંત પ.પુ.શાસનરસાશ્રીજી મ.સા., પુ. શ્રુતરસાશ્રીજી મ.સા., પુ.સુપ્રસન્નશ્રીજી મ.સા., પુ.અહંજ્ઞાશ્રીજી મ.સા. ની નિશ્રામાં વ્યારામાં પર્યુષણ પર્વની ઉજવણી આનંદ-ઉલ્લાસ પૂર્વક થઇ.
પર્યુષણ પર્વ દરમ્યાન જૈન શ્રાવકના કર્તવ્યોની સાચી સમજણ મ.સા. દ્વારા કરવામાં આવી. તેમજ જૈન ઉત્તમ ગ્રંથ કલ્પસૂત્ર-બારસાસૂત્રનું વાંચન અને સચોટ સમજણ આપવામાં આવી. મહાવીર જન્મ કલ્યાણના દિવસે 14 સુપનોની ઉછમણી તેમજ પારણા ઝુલાવવામાં સંઘના તમામે ઉત્સાહભેર ભાગ લીધો.


પર્વ પર્યુષણ નિમિત્તે, જૈન શ્રાવકો-શ્રાવિકાઓ દ્વારા શાતાપૂર્વક તપશ્ચર્યા પણ થઇ.
મનીષાબેન નિપુણભાઇ નહાર (16 ઉપવાસ), ધ્રુવ નિપુણભાઇ નહાર (11 ઉપવાસ), આશાબેન વિજયભાઈ શાહ (8 ઉપવાસ), આર્યાં હેમેશભાઈ શાહ (8 ઉપવાસ), ભાર્ગવી મિનેશભાઈ શાહ (8 ઉપવાસ), રિશી અંકિતભાઈ શાહ (8 ઉપવાસ), દર્શન નિપુણભાઇ નાહર (8 ઉપવાસ), ધ્યાની જૈમિનભાઈ શાહ (8 ઉપવાસ), કળશ જતીનભાઈ શાહ (8 ઉપવાસ), કેતનભાઈ દિનેશભાઇ શાહ (8 ઉપવાસ), સેજલ જયેશભાઇ શાહ (8 ઉપવાસ), સોના વિજયભાઈ શાહ (8 ઉપવાસ)
સર્વ તપસ્વીની સંઘ દ્વારા ખુબ ખુબ અનુમોદના કરવામાં આવી.


શ્રી સંઘમાં સંવત્સરીના દિવસે સામુહિક પ્રતિક્રમણમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક -શ્રાવિકાઓ જોડાયા હતા.
ભાદરવા સુદ પાચમના દિવસે સંઘની અંદર સવારની નવકારશી બપોરનું અને સાંજનું શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. અને સૌથી અગત્યની પ્રભુ મહાવીરની ભવ્ય રથયાત્રા અંકિતભાઈ નટવરલાલ શાહના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં વ્યારા નગર ના ભાવિક ભક્તો નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પત્રકાર:  કીર્તન ગામીત  તાપી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है