દેશ-વિદેશબ્રેકીંગ ન્યુઝ

ભારત અને અમેરિકા સાથે મળીને અદ્રશ્ય શત્રુ કોરોના સામે લડશે: ટ્રંમ્પ

વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર છે, ભારતને વેન્ટિલેટર આપીશું અને સાથે મળીને કોરોના વેક્સિનપણ બનાવીશુંઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પે કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈનું સમર્થન કરવા અમેરિકા ભારતને વેન્ટિલેટર આપશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત બંને ‘અદૃશ્ય શત્રુ’ને માત આપવા વેક્સિન વિકસાવવાની દિશામાં એકબીજાની મદદ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર પણ ગણાવ્યા હતા.

વધુમાં ટ્રંમ્પે  યુદ્ધના ધોરણે કોરોના વાયરસ માટેની એક રસી તૈયાર કરવા એક ટીમની જાહેરાત કરી હતી અને અમેરિકા આ વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં વેક્સિનના અમુક કરોડ ડોઝ આપવા સક્ષમ હશે તેમ જણાવ્યું હતું.

ભારત અને અમેરિકા કોવીડ-૧૯ બાબતે સતત સંપર્કમાં:  

ગત 10 મેના રોજ અમેરિકા ખાતે  તૈનાત ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂએ બંને દેશો કોવિડ-19ની જાણકારી માટે સતત એકબીજાના સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. સાથે જ ત્રણ સંભવિત વેક્સિન પર બંને દેશની કંપનીઓ એક સાથે મળીને  કામ કરી રહી છે તેમ પણ જણાવ્યું હતું.

કોવીડ-૧૯ વેક્સીન યુદ્ધના ધોરણે કામકાજ ચાલુ:

રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધના ધોરણે કોરોના વાયરસ માટેની એક રસી તૈયાર કરવા એક ટીમની જાહેરાત કરી હતી અને અમેરિકા આ વર્ષના અંત સુધીમાં વેક્સિનના અમુક કરોડ ડોઝ આપવા સક્ષમ હશે તેમ જણાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, ‘ઓપરેશન વાર્પ સ્પીડ’ 14 વેક્સિન ઉમેદવારોનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટ માટે 10 બિલિયન (100 કરોડ ડોલર) અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશે. ફોર સ્ટાર આર્મી જનરલ ગુસ્તાવે પેરના અને પૂર્વ ગ્લૈક્સોસ્મિથક્કલ વેક્સિન પ્રમુખ ડો. મોનસેફ સલોઈની આગેવાનીમાં આ પ્રોજેક્ટનું સંચાલન થશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મને આ જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતમાં પોતાના મિત્રોને વેન્ટિલેટર દાન કરશે. અમે આ મહામારી દરમિયાન ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સિન બનાવવામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને અદૃશ્ય શત્રુને હરાવીશું.’ તેમણે વડાપ્રધાન મોદીને પોતાના બહુ સારા મિત્ર ગણાવ્યા હતા.

કોરોના વાયરસની 100 ટકા સફળ સારવાર શોધ્યાનો અમેરિકી કંપનીનો દાવો

કંપનીએ STI-1499 નામની એન્ટીબોડી વિકસાવી છે, જે શરીરમાં  કોરોનાને ફેલાતો અટકાવે છે જો કે આ એન્ટીબોડીનો પ્રયોગ માત્ર લેબમાં થયો છે,    સીધી માણસ પર ટ્રાયલ થઇ નથી,        અમેરિકાની  સોરેન્ટો કંપની ન્યુયોર્કના માઉન્ટ સિનઇ સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને એન્ટીબોડી વિકસાવવાનું કામ કરી રહી છે. તેમની યોજના છે કે ઘણા પ્રકારના એન્ટીબોડી બનાવીને તેમને ભેગા કરીને કોરોના માટેની દવા અને સારવાર તૈયાર કરવામાં આવે. સોરેન્ટો કંપનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેઓ એક મહિનાની અંદર આ એન્ટીબોડીના બે લાખ જેટલા ડોઝ તૈયાર કરવા માટે સક્ષમ છે. વર્તમાન સમયે તો કંપનીએ અમેરિકાના ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે STI-1499 એન્ટીબોડીના ઉપયોગની મંજૂરી માંગી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है