
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,
વાડી ગામમાં પીવાનાં પાણી માટે ઉભી કરાયેલી સુવિધા મૃતપ્રાય અવસ્થામાં:
લાખોનો ખર્ચ માત્ર ચોપડાઓમાં! ગામમાં પીવાનાં પાણીની સુવિધા જવાબદાર વિભાગ માટે ગ્રાન્ટ વગે કરવાની સ્કીમ માત્ર?
પીવાનાં પાણી માટે વાડી ગામનાં લોકો માટે ઉભી કરાયેલી સુવિધા આજ દિન સુધી ફક્ત શોભાનાં ગાંઠિયા સમાન: વધુ તપાસ ધરવામાં આવે તો ભ્રષ્ટાચાર ખુલ્લો થવાની શક્યતાઓ?
સુરત જીલ્લાનાં ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વર્ષો પહેલા આરસીસી ટાંકી બનવવામાં આવી હતી ત્યાં સુધી પાણી સપ્લાય કરીને પાણી ઘરે-ઘર સુધી પહોંચાડવામાં આવતું હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી ટાંકી કોરીકટ રહેતા પીવાના પાણી મેળવવા લોકોએ વલખા મારવા પડે છે. ત્યારે પૂરતો પાણીનો પુરવઠો રહીશોને મળી રહે તે માટે યોજનામાં આવેલી ક્ષતિઓ દૂર કરવા પાણી પુરવઠા વિભાગ તથા સ્થાનિક ગ્રામ પંચાયત નક્કર પગલાં ભરે તે હવે અતિ જરૂરી છે. ઘર વપરાશ માટે પુરતો પાણી પુરવઠો મળતો ન હોય જે સૌથી મોટી કમનસીબી રહી છે. હાલમાં ચોમાસું પાછળ ખેચાતા પાણીની સમસ્યા વધી છે, અને પાછલાં એક વર્ષથી ગામમાં પાણીનો પોકાર વધતો રહ્યો છે, હાલમાં પણ પાણીની તંગીનો સામનો કરતા રહીશોને પ્રશ્ન હલ કરવા પાત્ર ઠાલા આશ્વાસન કાયમ જ મળતા રહ્યાનો રોષ સ્થાનીકોએ જવાબદાર પર ઠાલવ્યો હતો,આજે પીવાનાં પાણી માટેની વ્યવસ્થા ન થવાથી ગામનાં રહીશોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે વાડીગામના યુવાન અગ્રણી જીમી વસાવાએ પાણી પુરવઠા વિભાગ તથા સ્થાનિક તંત્ર સ્થળ નિરીક્ષણ કરી વિસ્થાપિત પરિવારોને પાણીની સુવિધા પૂરી પાડવા તત્કાલ જવાબદાર વિભાગ અથવા લોકો યોગ્ય પગલાં ભરે તે માટે જીમી વસાવા સાથે અન્ય યુવાનો તથા ગ્રામજનોએ માંગણી કરી છે.