
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
• શું રાજ્યમાં પોલીસની કમાણી માટે દારૂબંધી છે?
• દારૂબંધીની આડમાં પોલીસ પોતાનું બેન્ક બેલેન્સ વધારે છે?
• એક બુટલેગર કોંસ્ટેબલ પર આક્ષેપ કરે તેનાથી ખરાબ શું હોય?
• આવી દેખાડાની દારૂબંધી ક્યાં સુધી ચાલશે?
• દારૂના ચાલતા અડ્ડાઓ પર કડક કાર્યવાહી ક્યારે કરાશે?
• રસ્તા પર જતા લોકોને પણ ખબર છે અડ્ડા ક્યાં ચાલે છે અને પોલીસને ખબર નથી?
એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનાં કડક કાયદાના અમલને લઈને ગુજરાત પોલીસ દ્વારા બણગા ફુકવામાં આવે છે. સેવા, સુરક્ષા અને શાંતિનાં સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો અવાર – નવાર ઉભા થયા છે. બીજી તરફ ખુલ્લેઆમ પોલીસ ચોકીથી નજીવા અંતરે દેશી દારુનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસની રહેમ નજર અને હપ્તા લેવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ છે ગાંધીનું દારૂબંધી વાળું ગુજરાત!!! જ્યાં બુટલેગરો ખુલ્લેઆમ કોઈના પણ ખોફ વગર જાહેર માર્ગ પર દેશી શરાબની પોટલીઓ વેચી રહ્યા છે અને પીનારા પી રહ્યા છે. આપ પણ જોઈને ચોંકી ગયા હશો, હા આ અહેવાલમાં અમે આ સ્થળની હકીકતથી આપને વાકેફ કરીએ. આ દેશી દારૂના અડ્ડા આમોદ પોલીસની હદ વિસ્તારના છે.
આમ તો આમોદ તાલુકાનાં અનેક ગામો અને નગરના અનેક વિસ્તારોમાં બેફામ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. પરતનું અમે જે ખુલાસો બતાવી રહ્યા છે તે વાડિયા ગામનો છે. વાડિયા ગામે દેશી દારૂનું વેચાણ કરતી મહિલાના આ મહિલા દેશી દારૂનું વેચાણ કરે છે. નાના એમ જ નહીં પોલીસને કમિશન એટ્લે કે હપ્તો આપીને, આ અમે નથી કહી રહ્યા, કહી રહી છે ખુદ મહિલા આક્ષેપ કરી રહી છે.
આવો હવે તમને વિગતવાર સમજાવી દઈએ.. ભરુચ જીલ્લામાં આવેલો છે આમોદ તાલુકો.. આમ તો આમોદમાં એવી કોઈ વસ્તુ પ્રખ્યાત નથી.. પરંતુ હાલ ફિલહાલમાં દેશી દારૂના ખુલેઆમ વ્યાપાર માટે, પોલીસ વહીવટદાર માટે અને પત્રકારોને દરકિનાર કરવા માટે તાલુકાની નવી ઓળખ ઊભી થઈ છે. તાલુકામાં થતી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધ્યાન દોરવા પત્રકારો પોલીસ પ્રશાસનને ટકોર કરે છે પરંતુ બેઈમાન પોલીસ ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકામાં આવી જાય છે. ના જુએ છે, ના સાંભળે છે કે ના બોલે છે.
મહિલાએ આક્ષેપ કરી રહી છે કે, દારૂનો ધંધો કરવા પોલીસ સાથે વહીવટ કરે છે, અને દારૂના ધંધા માટે પોલીસ તેની પાસે થી મહિનાના હજારો રૂપિયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે લે છે, એટ્લે કે, આ વહિવટદારોની મહેરબાની થી દારુના અડ્ડાનાં માલિકો બેખોફ છે અને તેમની હપ્તા પદ્ધતિનાં લીધે કોઈ પણ અડચણ વગર ખુલ્લેઆમ ગમે તે વિસ્તારમાં કરિયાણાની દુકાનની જેમ દારૂનો ધંધો કરી શકે છે. મહિલાનું માનીએ તો વહીવટદાર છે, આમોદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા જમાદાર પ્રતાપ ઠાકોર , અને આ જમાદાર દર મહિને ખિસ્સા ભરી જાય છે. આવી એક જગ્યા નહીં તાલુકાની અંકે જગ્યાએ વહીવટ થાય છે. અને જમાદાર પૈસાદાર થાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, દારૂનું દૂષણ અને પોલીસનો ભ્રષ્ટાચાર ગાંધીના ગુજરાતને કલંકિત કરે છે.