
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
એફેડ્રીન ડ્રગ્સ બનાવવા ખુલ્લા ખેતરમાં ઓરડીમાં ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ઉભી કરી એફેડ્રીન ડ્રગ્સ તથા એફેડ્રીન ડ્રગ્સ બનાવાના વિવિધ કેમીકલના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ડ્રગ્સ બનાવાના ષડયંત્રનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી.ભરૂચ
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા l/c પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા, વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે, પો.ઇન્સ.શ્રી કે.ડી.મંડોરાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઇ. એન.જે.ટાપરીયા તથા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે કાવી પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. એન.જે.ટાપરીયા નાઓને તેઓના બાતમીદારથી મળેલ બાતમી આધારે ભવ્યરાજ ફાર્મ હાઉસના ખેતરમા આવેલ પાકી ઓરડીમા ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ગેરકાયદેસર રીતે ઉભી કરી એફેડ્રીન ડ્રગ્સ બનાવવા જુદા જુદા કેમીકલ લાવી પ્રોસેસ કરી એફેડ્રીનનો ૭૩૦ ગ્રામ ઘટ્ટ નશાકારક માદક પ્રદાર્થ તેમજ ૪ લીટર પ્રવાહી નશાકારક પ્રદાર્થ તૈયાર કરી કુલ્લે ૪ લીટર ૭૩૦ ગ્રામ નશાકારક માદક પ્રદાર્થ બનાવી જે એક લીટર/કીલોની કીમત બે લાખ લેખે ગણતા કુલ્લે કીમત રૂ.૯,૪૬,૦૦૦/- નો ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ તથા ડ્રગ્સ બનાવાના વિવિધ કેમીકલ તથા સાધનો મળી કુલ કિ.રૂ. ૧૦,૦૧૧૫૦/- સાથે કુલ-૩ (ત્રણ) આરોપીઓને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કાવી પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ: (૧) ઓમપ્રકાશ રામલાલ સાકરીયા રહે-બી/૫૧ નંદનવન સોસાયટી ભડકોદરા, તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી ગામ પીચાવા, તા.સુમેરપુર, જીલ્લો.પાલી (રાજસ્થાન)
(૨) અમનસીંગ નરેન્દ્રસીંગ રહેવાસી-૨૧૨ ગીતા કોમ્પ્લેક્ષ ગડખોલપાટીયા અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી ખરૂઆવા,પોસ્ટ કુવરપુર તા.મછલી શહેર, જી. જોનપુર (યુ.પી.)
(૩) નિતેષ રામપ્રકાશ પાંડે રહે-સંતોષભવન નાલા સોપારા મુંબઈ મુળરહેવાસી-સહીજાતપુર, થાના મછલી શહેર, જી.જોનપુર (યુ.પી.) નાઓને પોલીસ દ્વારા ઝડપી અગાઉની કાર્યવાહી અને વધુ તપાસ SOG ભરૂચ દ્વારા કરવામાં આવી રહી છે.