રાષ્ટ્રીય

ગ્રાહક સુરક્ષા અધિનિયમન હેઠળ પ્રચાર-પ્રસાર અને લોકોને જાગૃત કરવા માટે તાપીની 25 શાળાઓને આર્થિક સહાય અપાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાની ૨૫ શાળાઓને ગ્રાહક સુરક્ષા અધિનિયમન હેઠળ પ્રચાર-પ્રસાર અને લોકોને જાગૃત કરવાનાં શુભ આશય અન્યવે રૂપિયા ચાર હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો, 

આજના ટેકનોલોજીના યુગમાં ગ્રાહકો પોતાના હકો અંગે જાગૃત બને તે જરૂરી: કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા 

વ્યારા-તાપી: દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, જિલ્લા ગ્રાહક સુરક્ષા ક્લબ સુરત દ્વારા ગ્રાહકોના હિતલક્ષી કામગીરી અર્થે તથા ગ્રાહક સુરક્ષા અધિનિયમન હેઠળ પ્રચાર-પ્રસાર અને લોકોને જાગૃત કરવા આજરોજ તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના હસ્તે તાપી જિલ્લાની ૨૫ શાળાઓને રૂપિયા ચાર હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ગ્રાહક સુરક્ષા ક્લબ સુરત દ્વારા થતા કામો માટે સરાહના કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ જ્યા લોકોમા અજ્ઞાનતા વધુ, જાગૃતતા ઓછી અને યોગ્ય માર્ગદર્શનના અભાવ હોવાના કારણે લોકો સરળતાથી ઠગાઇનો કે ફ્રોડનો ભોગ બનતા હોય છે. તેવા વિસ્તાર માટે સંસ્થા કામ કરી રહી છે જે અભિનંદનને પાત્ર છે. ગ્રામ્ય કક્ષાએ શાળાના શિક્ષક અને આચાર્ય સૌથી વધુ લોકોન સંપર્કમાં આવતા હોવાના કારણે શાળા થકી ગ્રાહકોને જાગૃત કરવાની સેવાકીય પ્રવૃતિ કરવાનો પ્રયાસ સાર્થક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજના ટેકનોલોજીના યુગમાં જ્યારે ગામના વ્યક્તિ સહિત દરેક નાગરિક સ્માર્ટ ફોન દ્વારા પૈસાની લેવડ-દેવડ કરતો હોય છે ત્યારે ગ્રાહકો પોતાના હકો અંગે જાગૃત બને અને જો કોઇ ફ્રોડ થાય તો આગળ શુ પગલા લેવા તે અંગે જાણકારી મેળવે તે ખુબ જરૂરી છે. બજારમાં અનેક પ્રકારની ચીજ-વસ્તુઓ અને વિવિધ પ્રકારની સેવાઓ આપતી સંસ્થાઓ અને ઈ-કોમર્સ, ઓનલાઈન દ્વારા ગ્રાહકોને લોભામણી જાહેરાતો, ફોન કોલ્સ દ્વારા ગ્રાહકોને છેતરતા હોય છે જેમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંગેની માહિતી-માર્ગદર્શન દરેક પાસે હોવી જરૂરી છે. વધુમાં જયારે ગ્રાહક જાગૃત બને છે ત્યારે ગ્રાહકને છેતરતી સંસ્થા કે કંપનીઓ અવનવા રસ્તાઓ અપનાવતી હોય છે તેથી સમય સાથે પોતાને અપડેટ કરતા રહેવું પણ ખુબ જરૂરી છે અને આ અંગે જરૂરી માર્ગદર્શન મેળવવું અતિ આવશ્યક છે. 

આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડન્ટ પ્રતાપ છાપીયાએ આ ચેક દ્વારા મળેલ મુડીનો ઉપયોગ શાળાએ કઇ રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શાળા આ નાણાંનો ઉપયોગ વર્ષ-૨૦૨૨ માટે ગ્રાહક સુરક્ષા સમિતિ બનાવી તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેમકે સેમિનાર, પ્રદર્શન, પ્રચાર– પત્રિકાઓ પુસ્તિકાઓ, સાહિત્ય, પેમ્ફલેટસ, પોસ્ટર, બેનર બનાવી વિતરણ કરવા, ચર્ચા— સભા, શેરી નાટકો, નિબંધો સભા, રેલી, ગૃપ મિટીંગો વગેરે માટે ઉપયોગ કરશે. આ ઉપરાંત ૨૪મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અને ૧૫મી માર્ચ વિશ્વ ગ્રાહક દિવસે ખાસ કાર્યક્રમો યોજી પોતની શાળામાં અને આસપાસના વિસ્તાતોમાં સામાન્ય જનતાને ગામ્ય કક્ષાએ ગ્રાહકોના હકો માટે જાગૃત કરવા ઉપયોગ કરશે. વધુમાં તેમણે પોતાની સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા, શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (NGO)ની સ્થાપનાં સુરત ખાતે કરવામાં આવેલ છે અને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના વિભાગ દ્વારા, માન્યતા ધરાવે છે. ગ્રાહકોનાં હિતલક્ષી જીલ્લા ગ્રાહક માહિતી કેન્દ્ર, જીલ્લા ગ્રાહક કલબોની સંકલન એજન્સી અને ગ્રાહક એડવાઈઝર સેન્ટર, ચલાવી વિશાળ પાયા પર ગ્રાહક સેવા નિ:સ્વાર્થ ભાવે પ્રદાન કરે છે.

આ પ્રસંગે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના હસ્તે તાપી જિલ્લાની ૨૫ શાળાઓને રૂપિયા ચાર હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઇંચાર્જ પુરવઠા અધિકારી અને ચીટનીસ બી.બી.ભાવસાર, ગ્રાહક સુરક્ષા ક્લબ સુરતના ઉપપ્રમુખ સંજય શાહ, પ્રોજેકટ ઓફિસર વિરાજ છાપીયા સહિત શાળાના આચાયો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है