
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે ગુજરાત પ્રવાસન અને (અપાર્ક ) દ્વારા હોમ સ્ટે પોલિસી જાગૃતિ કાર્યક્રમ યોજાયો;
આહવા નગર ખાતે રાજ્ય સરકાર પ્રવાસન વિભાગ ગાંધીનગરની હોમ સ્ટે પોલિસી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેનો મુખ્ય આશય લોકો સુધી આ અંગે સમજ અને માર્ગદર્શન માટે અર્થવ પ્લાનીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (અપાર્ક) અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવેલ અપાર્ક અમદાવાદ દ્વારા તેમના પ્રતિનિધિ ભાગ્યશ્રી સોની, રાજેશ કટારીયા, ધવલ ધડાકે, કિરીટ જોશી, દ્વારા આહવા શહેરના ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં આહવા નગરનાં નગરજનો હાજર રહ્યા હતા, આ જાગૃતિ કાર્યક્રમમાં હોમ સ્ટે પોલીસી શુ છે? તેની સમજ અને લોકો સુધી જાણકારી પોહચે વધુમાં ગુજરાતમાં આવનાર પ્રવાસીઓની હોટલનાં વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં પણ રોકાઈ ઘરના વાતાવરણમાં સંસ્કૃતિ, રીત, રિવાજો, ભોજનની અનુભૂતિ મેળવી શકે તેવા અભિગમથી સમજ આપી હતી.
અપાર્ક અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિ ભાગ્યશ્રી સોની, રાજેશ કટારીયા, ધવલ ધડાકે, કિરીટ જોશી સહીત આહવા નગરના અનેક અગ્રણીઓ હાજર રહયાં હતાં.