
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નિઝર હિતેશ નાઈક
જુના આશ્રાવા ગામ ની સીમમા તાપી નદીના કિનારે મૃત હાલતમાં લાશ મળી આવી:
કુકરમુંડા: તાપી જીલ્લાના છેવાડાના તાલુકા કુકરમુન્ડા ના જુના આશ્રાવા ગાની સીમમા તાપી નદીના કિનારે મૃત હાલતમાં યુવાનની લાશ મળી આવી છે, પ્રાપ્ત માહિતી મુજબ પિતાએ પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા લઈ જવા નુ ના પાડતા યુવાનને મનમાં ખોટુ લાગી આવતા કૂકરમુંડા તાલુકાના નિંભોરા ગામના યુવાને તાપી નદીમાં છલાંગ લગાવી જીવન ટુંકાવ્યા ની દુઃખદ ઘટના બહાર આવી છે,
નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ મરણ જનાર સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ (ઉ.વ.૧૯ રહે.નિંભોરા તા.કુકરમુંડા, જિ.તાપી) જેઓ ગત તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ પિતા પ્રકાશભાઇએ તેઓનો પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી લઈ જવાં જણાવતા પુત્ર સંદિપભાઇને મનમાં ખોટુ લાગી આવતા હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના ઉંડા પાણીમાં કુદી જતા ડુબી જતા મોત નીપજ્યું હતું. જેની લાશ આજરોજ મોજે જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના ઉત્તરના કિનારે નદીના પાણીમાં મળી આવી હતી. નિઝર પોલીસે પ્રકાશભાઇ ધર્માભાઇ પાટીલ ની ખબર ના આધારે અકસ્માત મોત બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.