દક્ષિણ ગુજરાત

LRD ની બે મહિલા પોલીસ તાલીમાર્થીઓના વ્યારાના ચાંપાવાડીમાં કાળમૂખા ટેમ્પો અડફેટે મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી જીલ્લાના વ્યારા-માંડવી નેશનલ હાઇવે નં, ૫૬ ઉપરચાંપાવાડીના પાંઢાર ફળીયાની સીમમાં ગત રોજ એક્ટિવા મોપેડ ઉપર પોલીસ સ્ટેશન ખાતે જઈ રહેલ લોકરક્ષક દળની બે મહિલા પોલીસકર્મીઓને કાળમુખા બોલરો ટેમ્પા ચાલક ની બેદરકારીએ અડફેટમાં લેતા થયેલા ગોઝારા અકસ્માતમાં સારવાર દરમિયાન બંને LRD મહિલા પોલીસ તાલીમાર્થીઓ નું મોત થતા પરિવારોમાં માતમ છવાઇ ચુક્યો છે.

વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના નિશાળ ફળીયાના ૧. સ્મિતાબેન હરીશભાઈ ગામીત (ઉં.વ.૨૭) અને ૨. સરકુવાના પારસી ફળીયાના પ્રીતિકાબેન ભૂપેન્દ્રભાઇ ગામીત (ઉં. વ.૨૭) ની તાજેતરમાં જ લોકરક્ષક દળમાં ભરતી થતા ટ્રેનિંગ ચાલુ હતી. બંને યુવતીઓએ જુનાગઢ ખાતે ટ્રેનિંગ લીધા બાદ તાપી જિલ્લામાં આવ્યા હતા. હાલમાં કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે આશરે ૮ દિવસની ટ્રેનિંગ માટે જેઓને મુકવામાં આવ્યા હોવાથી ગતરોજ સવારે બંને એકટીવા મોપેડ નં.GJ26.L.8914 લઇને ચીખલવાવ તરફથી કાકરાપાર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વ્યારા-માંડવી રોડ નેશનલ હાઇવે નં.૫૬ ઉપર વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના પાંઢર ફળીયાની સીમમાં ટેમ્પો નં. GJ 26 T 1894 ના ચાલકે મોપેડને આગળથી જોરદાર ટક્કર મારતા બંને LRD મહિલા પોલીસકર્મીને જમણા પગમાં ફ્રેકચર તથા કપાળ, માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાની-મોટી ઇજા થઇ હતી.

અકસ્માત કરી ટેમ્પાચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકી ભાગી છુટયો હતો. ગંભીર રીતે ઘવાયેલ બંને મહિલા પોલીસકર્મીઓને વ્યારાની રિધમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જયાં ટુંકી સારવાર દરમિયાન સ્મિતા ગામીતનું મોત થયું હતું, જયારે પ્રાથમિક સારવાર બાદ પ્રિતિકા ગામીતને સુરતની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં તેમનું પણ મોત થયું હતું. યુવાન વયે નોકરી મળ્યાની ખુશી યુવતીઓ તથા પરિવારજનોમાં હતી, પરંતુ ત્યાં તો અનાયાસે જ ટ્રેનિંગ દરમિયાન જ બંને યુવતીઓના દિપ બુઝાઇ જતા પરિવારજનો તથા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે. અકસ્માત કરનાર ટેમ્પાચાલક સામે કાકરાપાર પોલીસ મથકે તરૂણભાઇ હરીશભાઇ ગામીત રહે.ચીખલવાવ એ ફરીયાદ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है