
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ-નર્મદા
- દિલ્હીની ગુરુગ્રામ ખાતેની મેદાતા હોસ્પિટલમાં 3:30 કલાકે લીધાં અંતીમ શ્વાસ તેમના પુત્ર ફૈઝલ પટેલએ ટવિટ કરી આપી જાણકારી:
- તેમનું વતન પિરામણ ખાતે દફન વિધી માટે થઈ રહયું છે આયોજન, તેમનુ એક મહીના થી ચાલી રહી હતી હોસ્પિટલમાં સારવાર:
- તેમની અંતિમ ઈચ્છા આધારિત માદરે વતન પિરામણ ખાતે દફન વિધી માતા-પિતા સાથે જ થાય:
- કાલે ભરૂચ જિલ્લાના પિરામણ ખાતે દફન વિધીની થઈ રહી છે તૈયારી:
દિલ્હી: ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સાંસદ રહી ચુકેલા અહેમદ પટેલે પોતાની પ્રથમ ચૂંટણી ૧૯૭૭ માં ભરૂચથી લડી હતી, જેમાં તે ૬૨,૮૭૯ મતથી જીત્યા હતા, ૧૯૮૦ માં ફરી તેમણે અહીથી ચૂંટણી લડી અને આ વખતે ૮૨,૮૪૪ મતથી જીત્યા હતા. ૧૯૮૪ માં પોતાની ત્રીજી લોકસભા ચૂંટણીમાં તેમણે ૧,૨૩,૦૬૯ મતથી જીત મેળવી હતી. ૮૦ અને ૮૪ બન્ને ચૂંટણીમાં જનતા પાર્ટીના ચંદુભાઇ દેશમુખ બીજા નંબર પર રહ્યા હતા. ૧૯૯૩ થી અહેમદ પટેલ રાજ્યસભા સાંસદ છે અને ૨૦૦૧ થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.
આ સિવાય ૧૯૭૭ થી ૧૯૮૨ સુધી અહેમદ પટેલ ગુજરાતની યૂથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા છે. સપ્ટેમ્બર ૧૯૮૩ થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી તે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઇન્ટ સેક્રેટરી રહ્યા છે. ૧૯૮૫ માં તે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા, આ સિવાય અરૂણ સિંહ અને ઓસ્કર ફર્નાન્ડિસ પણ રાજીવ ગાંધીના સંસદીય સચિવ હતા, સપ્ટેમ્બર ૧૯૮૫ થી જાન્યુઆરી ૧૯૮૬ સુધી અહેમદ પટેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષના પદથી કરિયર શરૂ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી ૧૯૮૬ માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, જે તે ઓક્ટોબર ૧૯૮૮ સુધી રહ્યા. ૧૯૯૧ માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને કોંગ્રેસ વર્કિગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
૧૯૯૬ માં અહેમદ પટેલને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જોકે, વર્ષ ૨૦૦૦ માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જોર્જ સાથે ટકરાવ થયા બાદ આ પદ તેમણે છોડી દીધુ હતું અને આવતા વર્ષે જ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બની ગયા. સંગઠનમાં આ પદો સિવાય તે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, માનવ સંસાધન મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની મદદ માટે બનાવવામાં આવેલી કમિટીના સભ્ય પણ રહી ચુક્યા છે. ૨૦૦૬ થી તે વકફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય છે. અહેમદ પટેલ ગુજરાત યૂથ કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ રહ્યા છે તો અહેસાન જાફરી બીજા એવા મુસ્લિમ હતા જેમણે ગુજરાતથી લોકસભા ચૂંટણી જીતી હતી. અહેસાન જાફરીની ૨૦૦૨ ગુજરાત રમખાણમાં હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ બજરંગ દળ પર લાગ્યો હતો.
અહેમદ પટેલને ૧૦ જનપથના ચાણક્ય પણ કહેવામાં આવે છે. તે કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી પછી નંબર-૨ ગણાતા હતા. ઘણી તાકાતવર અસર બતાવનારા અહેમદ પટેલ લો-પ્રોફાઇલ રહે છે અને દરેક કોઇ માટે સીક્રેટિવ છે. ગાંધી પરિવાર સિવાય કોઇને નથી ખબર કે તેમના મગજમાં શું ચાલે છે. અહેમદ પટેલનો પ્રયાસ રહે છે કે દિલ્હી અને દેશની મીડિયામાં તેમની જરા પણ પ્રોફાઇલના હોય. તે ક્યારેય ટીવી ચેનલ પર જોવા નહતા મળતા પરંતુ તેમના સમાચાર કંટ્રોલ કરવાનો આરોપ લાગતો રહેતો હતો. નર્મદા જીલ્લાના દેડીયાપાડાનુ વાંદરી ગામ તેઓ એ દતક લીધું હતું. સમગ્ર દેશમાં શોકની કલીમા, ગુજરાત, ભરુચ, નર્મદા જીલ્લામાં અને વાંદરી ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. ગ્રામીણ ટુડે ન્યૂઝ નેટવર્ક દુખદ પળમાં પરિવારની સાથે છે.