
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ઉમરપાડા પ્રતિનિધિ
ઉમરપાડા તાલુકાનાં ઉચવણ પ્રાથમિક શાળા ખાતે કલા મહાકુંભ યોજાયો હતો;
ઉમરપાડા તાલુકા કક્ષાના કલા મહાકુંભ- 2022 નું આયોજન ઉંચવણ પ્રાથમિક શાળા મા કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમ પ્રસંગે ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શારદાબેન ચૌધરી , ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ વસાવા ,ઉમરપાડા તાલુકાના કારોબારી અધ્યક્ષ શ્રી મોહનભાઈ વસાવા , સુરત જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ વસાવા , ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અર્જુનભાઇ વસાવા, વનરાજ હાઇસ્કૂલના આચાર્ય શ્રી કલ્પેશભાઈ વસાવા, કેવડી કેન્દ્રના શિક્ષક અને બીટ નિરીક્ષક શ્રી સંજયભાઈ ચૌધરી , ઉચવણ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી સીંગા ભાઈ વસાવા , ઉમરપાડા તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી અલપેશભાઈ પંચાલ , તમામ સી.આર.સી મિત્રો, વિવિધ શાળામાંથી પધારેલ શિક્ષક ભાઈઓ બહેનો, ઉંચવાણ શાળાના શિક્ષક મિત્રો, નિર્ણાયક મિત્રો અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો હાજર રહ્યા હતા.
ઉમરપાડા તાલુકા કક્ષાના કલા મહાકુંભ કુલ 8 સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં એકપાત્ર અભિનય,રાસ, ગરબા,લોકનૃત્ય અને સમૂહ ગીત સ્પર્ધા માં મોડેલ શાળા આમલીદાભડા ના બાળકો નો પ્રથમ ક્રમ આવ્યો હતો. ચિત્ર અને નિબંધ સ્પર્ધા માં વનરાજ હાઈસ્કૂલ ઉમરપાડાના બાળકો નો પ્રથમ ક્રમ આવ્યો હતો ,વકૃત્વ સ્પર્ધામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ચોખવાડા નો પ્રથમ ક્રમ આવ્યો હતો, આમ વિવિધ સ્પર્ધાઓમાં કુલ 87 બાળકોએ ભાગ લીધો હતો અંતે વિજેતા તમામ બાળકો ભાગ લેનાર તમામ બાળકો અને સાથે તૈયાર કરનાર તમામ શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી.એમ અલ્પેશભાઈ પંચાલ એ જણાવેલ હતું.