
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આજ રોજ વન અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્યવે ગંગાપુર ગામે અધિકાર પત્રો (સનદ) વિતરણ કરતાં નર્મદા જીલ્લા પ્રમુખ શ્રીમતિ પર્યુષાબેન વસાવા:
નર્મદા: વન અધિકાર અધિનિયમ હેઠળ ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામે અધિકાર પત્રોનું વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે ૧૧૫ જેટલાં અધિકાર પત્રો (સનદ) વિતરણ કરવામાં આવ્યા હતાં, કાર્યક્રમમાં પ્રમુખ શ્રીમતિ પર્યુષાબેન વસાવા સહીત જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ માધુસીગભાઈ, કનબુડી તાલુકા પંચાયત ના સદસ્ય એમનાબેન, ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ, તલાટી સાથે અનેક સામાજિક અગ્રણી આગેવાન અને ગામ લોકોની ઉપસ્થિતિ માં ૧૧૫ સનદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.