
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોરવાઈ ગામે વીજળી પડતાં બે મહિલા તેમજ એક પુરુષને ઇજા પહોંચી;
સાગબારા તાલુકાના કહાલપુર ગામે વીજળી પડતાં એક મહિલાને ઇજા;
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
દેડિયાપાડા તાલુકાના મોટી કોરવાઈ ગામે 10 જુલાઈ ના રોજ 8 .15 કલાકે ગાજવીજ સાથે ચાલું વરસાદે આકાશી વીજળી પડતાં પ્રકાશ રૂપસીગ વસાવા ઉંમર વર્ષ ૨૪, રેખાબેન પ્રકાશ વસાવા ઉંમર વષૅ ૨૪, પુષ્પા શૈલેષ વસાવા ઉંમર વર્ષ ૨૫ ને સામાન્ય શારીરિક ઈજાઓ થઈ હતી.
તમામ અસરગ્રસ્તોને સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે લાવવામાં આવ્યા હતા. સારવાર કર્યા બાદ પરત પોતાના ગામે લાવવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ થઇ ન હતી. ગામના વીજ ઉપકણોને નુકસાન થયું હતું. અને તે જ રાત્રે સાગબારા તાલુકાના કહાલપુર ગામે આકાશી વીજળી પડતાં હંસાબેન પ્રતાપભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૩૫ ને સામાન્ય ઈજા થઈ હતી. બંને તાલુકામાં કુલ ચાર લોકોને આકાશી વીજળીથી ઈજા થઈ હતી.