
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, દેડીયાપાડા દિનેશ વસાવા
ગાજરગોટા ખાતે વાસ્મો દ્વારા બનાવવામાં આવેલી લાખો રૂપિયાની પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન!!! બિન ઉપયોગી એક જ ટાંકી કલર કરી ને બીજી યોજનામાં ફેરવવાના લાગ્યા આરોપ..!! હાલતા અને જુલતા મિનારા જોવાં શહેરમાં જવાની જરૂર નથી અમારા ગામ ગાજરગોટામાં હાલતી ટાંકી મોજુદ..!!
ડેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ પાણીની ટીપુ ભરવામાં આવ્યું નથી અને જો પાણી ભરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા સેવાઈ રહી છે, કેમકે આ પાણીની ટાંકી નું કામ એકદમ તકલાદી રીતે થયું છે એ પાણીની ટાંકીને સામાન્ય રીતે હલાવવાથી આખી ટાંકી હાલિયા કરે છે તેવા આરોપ ગામ લોકો લગાવી રહ્યા છે, આમ જોતા સરકાર આવા પ્રોજેક્ટ બનાવીને લોકોના ટેક્સના નાણા નો દૂર ઉપયોગ થતો હોય તો આવા પ્રોજેક્ટ માં તંત્ર દ્વારા વિકાસ કામોની ગોબાચારી કરનારા અને જવાબદાર વિભાગ ના ચાલતા કામોની દેખરેખ રાખીને આમ નાગરિકની સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે એ ની એજ તકલાદી ટાંકી બીજા પ્રોજેક્ટ કે યોજનામાં ઉપયોગ કરવાના પણ જાગૃત નાગરિક દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે, જો આ વાત સાચી છે તો આવા બીજા ગામોમાં પણ મસમોટું કોભાંડ બહાર આવે તો નવાઈ નહિ… ગાજરગોટા ગામ સ્થિત વાસ્મો પ્રોજેક્ટની ખરાબ ટાંકીને ફક્ત કલર કામ કરીને ફરીવાર નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પોહચાડવાં માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે, પરંતુ ખરાબ ટાંકી હોવા ના લીધે એમાં પાણી ભરી શકતા જ નથી તેથી જેતે નલ સે જલ યોજના પણ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે એટલેજ હજુ સુધી પણ નલ સે જલ યોજના થકી ગાજર ગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસફળ સાબિત થયું છે.
આવી બધી યોજનાઓ અને પ્રોજેક્ટોમાં ઉચ્ચ સ્તરીએ તપાસના આદેશ થાય તો મસમોટા કોભાડો બહાર આવે તેવી શક્યતા છે.