
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
તા. ૯ મી એ રાજપીપલામાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યુનાઇટેડ નેશન દ્વારા ઘોષિત “વિશ્વ આદિવાસી દિવસની” ઉજવણીનો કાર્યક્રમ યોજાશે:
રાજપીપલા,   ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણીના ભાગરૂપે તા. ૯ મી ઓગષ્ટ,૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્ય મહેમાનપદે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદ વિધાનસભા મત વિસ્તારનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. 
આ સમારોહમાં છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) નો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ:
ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ (કાનાણી) તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૯:૪૦ કલાકે નર્મદા જિલ્લાના દેડીયાપાડા સરકીટ હાઉસ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ મંત્રીશ્રી કાનાણી સવારે ૧૦:૦૦ કલાકે દેડીયાપાડાની સરકારી કન્યા છાત્રાલય (ડ્રાય હોસ્ટેલ) આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રી સુરત જવા રવાના થશે.
				
					


