ક્રાઈમ

પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના ગુનાનો આરોપી રાકેશ વસાવાને 3 દેશી બંદુક અને 3 ધનુષ સાથે ઝડપી પાડતી પોલીસ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સોનગઢ પોલીસે ઉકાઇ પો.સ્ટે.માં ફાયરિંગના ગુનાનો આરોપી રાકેશ વસાવાને 3 દેશી બંદુક અને 3 ધનુષ સાથે ઝડપી પાડ્યો: 

તાપી: અધિક પોલીસ મહાનિદેશક ATS અને કોસ્ટલ સિક્યુરીટી, ગુજરાત રાજ્ય, અમદાવાદની કચેરીના પત્ર ક્રમાંક એડીજીપી/એટીએસ/૨૫૪/૨૦૨૩, તા-૦૧/૧૨/૨૦૨૩ ના પત્ર આધારે આગામી દીવસોમા ગુજરાત રાજ્યમાં વાઇબ્રેટ સમીટ ૨૦૨૪ યોજાનાર હોય જે અનુસંધાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગેર- કાયદેસર શસ્ત્રોના ઉપયોગ, સંગ્રહ, ઉત્પાદન, અને હેરાફેરી, વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા તા-૦૧/૧૨/૨૦૨૩ થી તા-૧૫/૧૨/૨૦૨૩ સુધી સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત, પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ શ્રી, વાય.એસ. શિરસાઠ, તથા સોનગઢ પો.સ્ટે.ના માણસો વાંકવેલ ગામની સીમમાં મુખ્ય રોડ ઉપર વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ તથા અ.હે.કો. અનિલભાઇ રામચંદ્રભાઈને મળેલ સંયુક્ત બાતમી આધારે અગાઉ ઉકાઇ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં- ૧૧૮૨૪૦૦૫૨૩૦૩૯૫/૨૦૨૩ ઇપી.કો. કલમ ૩૦૭, ૩૪, ૫૦૬(૨), તથા આર્મસ એક્ટ કલમ ૨૫(૧)(એ) તથા GP એક્ટ ૧૩૫ મુજબના ગુનામાં પકડાયેલ આરોપી રાકેશભાઇ રામુભાઇ વસાવા, રહે-સરૈયા, નિશાળ ફળીયુ, તા-વ્યારા, જી-તાપી ને તેના કબજાની સફેદ કલરની ક્રેટા કાર રજી. નં-GJ-01-HV-6884 માં જેની અંદાજિત કિંમત સાત લાખ મળી, વગર પાસ પરમીટ કે લાઇસન્સ વગર દેશી હાથ બનાવટની બંદુક નંગ-૦૩ જેની કિંમત ₹ ૩૦,૦૦૦/- તથા ધનુષ નંગ-૦૩ જેની કિંમત ₹ ૧૫૦/- તથા બાણ નંગ-૫૫ કિંમત ₹ ૧,૩૭૫/- તથા લોખંડના ચીમટા (Animal Leg Trap) નંગ-૦૩ કિંમત ₹ ૧,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ અને ટચ પેડ નંગ-૦૧ જેની કિંમત રૂપિયા ૧૫,૫૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૭,૪૮,૫૨૫/- ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી આ દેશી હાથ બનાવટની બંદુક પુરી પાડનાર સુર્પીયો ઉર્ફે સુરપસીંગભાઇ વસાવા, જેના બાપનું નામ ખબર નથી. રહે-પાડી, તા-સાગબારા, જિ-નર્મદાને વોંટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ સોનગઢ પો.સ્ટે. ખાતે A પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૨૪૭૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ), તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબનો રજીસ્ટર કરવામા આવેલ છે આ ગુનાની આગળની તપાસ પો.સ.ઇ.શ્રી, કે.આર. ચૌધરી, સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

આ આરોપી અગાઉ (1) ઉકાઇ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૫૨૩૦૩૯૫/૨૦૨૩ ઇપી.કો. કલમ ૩૦૭, ૩૪, ૫૦૬(૨), તથા આર્મસ એક્ટ કલમ ૨૫(૧)(એ) તથા GP એક્ટ ૧૩૫ તથા (2) સાગબારા પો.સ્ટે. મારા મારી બાબતનો ગુનો દાખલ થયેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

1. વાય.એસ. શિરસાઠ, પોલીસ ઇન્સપેક્ટર,

2. UHC સંદિપભાઇ હિરાલાલ,

3. UHC અનિલભાઇ રામચંદ્રભાઈ,

4. UHC દશરથભાઇ ભુપતભાઈ,

5. UHC વિપુલભાઇ મંગાભાઈ,

6. UPC ગોપાલકુમાર કાળુભાઇ,

7. UPC રાજીશભાઈ ગોપાળભાઈ,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है