
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ધરતી આબા બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથિ પર તેમની પ્રતિમાને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી:
આજ રોજ ભગવાન બિરસા મુંડા ની ૧૨૧ મી પુણ્યતિથિ પર ઠેર ઠેર અનેક પ્રકારનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ધરતી આબા બિરસા મુંડા ની ૧૨૧ મી પુણ્યતિથિ પરવાલિયા ખાતેની બીરસા મુંડા ની પ્રતિમાને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, આ સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વાલિયા પોલીસ મથક અને બજાર વિસ્તારમાં માસ્ક અને સેનીટાઈઝર ના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. લોકોને માસ્ક, સેનિટાઇઝર વિતરણ કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં ધનરાજ વસાવા ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ સહીત અન્ય યુવાનો તથા યુવા કાર્યકર મિત્રો હાજર રહયા હતાં.